2007 T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમનો માત્ર એક જ ખેલાડી અત્યારે ટીમમાં, 10 ખેલાડીને મેદાનમાં નથી મળી સંન્યાસની તક
T20 વર્લ્ડ કપની અત્યાર સુધી 8 સિઝન રમાઈ ચુકી છે. ટુર્નામેન્ટની પ્રથમ શરૂઆત 200

T20 વર્લ્ડ કપની અત્યાર સુધી 8 સિઝન રમાઈ ચુકી છે. ટુર્નામેન્ટની પ્રથમ શરૂઆત 2008માં થઈ હતી. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની ઓપનિંગ સિઝનની વિજેતા રહી હતી. બીજી વખત પાકિસ્તાન ચેમ્પિયન રહ્યું હતું. ઈંગ્લેન્ડે ત્રીજી સીરિઝનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ છે. તેણે 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું.
વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી તેણે 2016માં પણ ટ્રોફી પોતાના નામે કરીને બે વખત T20 વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની હતી. શ્રીલંકાએ 2014માં ભારતને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 2021માં ન્યુઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.
ભારતીય ક્રિકેટ ટીમ 2007 પછી 2014માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી, એ પછી છેલ્લા 10 વર્ષમાં ફાઇનલમાં પોતાનું સ્થાન પણ બનાવી શકી નથી. 2007માં ફાઈનલ રમનારી ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનની વાત કરવામાં આવે તો તો એમાંથી 1 ખેલાડી હજુ પણ ટીમમાં રમી રહ્યો છે. તેના સિવાયના તમામ 10 ખેલાડીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ એક માત્ર સંયોગ હશે કે નિવૃત્ત થયેલા તમામ 10 ખેલાડીઓમાંથી કોઈને પણ મેદાનમાંથી નિવૃત્તિ લેવાની તક મળી નથી.
2007 T20 વર્લ્ડ કપની ભારતીય ટીમ
ગૌતમ ગંભીર, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા, યુવરાજ સિંહ, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રોહિત શર્મા, ઈરફાન પઠાણ, હરભજન સિંહ, જોગીન્દર શર્મા, એસ શ્રીસંત, આરપી સિંહ. આ પ્લેઈંગ ઈલેવનમાંથી માત્ર રોહિત શર્મા જ રમે છે. અન્ય ખેલાડીઓ સંન્યાસ લઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમના સિવાય ગંભીર, યુસુફ, ઉથપ્પા, યુવરાજ, હરભજન, ઈરફાન, જોગીન્દર, શ્રીસંત અને આરપી સિંહ જેવા કોઈને પણ મેદાનમાંથી નિવૃત્તિ લેવાની તક મળી નથી.
પાકિસ્તાનને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું
2007ના T20 વર્લ્ડ કપની ફાઈનલની વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં ગૌતમ ગંભીરે 75 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 30 રન બનાવીને અણનમ રહ્યો હતો. આરપી સિંહ અને ઈરફાન પઠાણે 3-3 વિકેટ લીધી હતી. જોગીન્દર શર્માએ 3.3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. એસ શ્રીસંત પણ 4 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.






