અફઘાનના આ ખેલાડીએ પોસ્ટ કરીને ઉડાવી ઓસ્ટ્રેલિયાની મજાક, વીડિયો થયો વાયરલ!
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ રીતે રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમ સે

અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું છે. આ રીતે રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલ રમવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાના સેમિફાઇનલમાં પહોંચલા માટે બાંગ્લાદેશનું જીતવું જરૂરી હતું. જો બાંગ્લાદેશ જીતવામાં સફળ થયું હોત તો ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચી ગયું હોત, પરંતુ એવું થયું નહીં. ભારત ઉપરાંત ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. હવે ભારતીય ટીમનો મુકાબલો સેમિફાઈનલમાં જોસ બટલરની આગેવાની હેઠળની ટીમ ઈંગ્લેન્ડ સામે થશે જ્યારે અફઘાન ટીમને દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે.
અફઘાન ક્રિકેટર નજીબ જાદરાને માર્યો ટોણો
જોકે, બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના ક્રિકેટર નજીબ જાદરાનની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. નજીબ જાદરાને ઓસ્ટ્રેલિયા અને પેટ કમિન્સ પર નિશાન સાધ્યું છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં પેટ કમિન્સને પૂછવામાં આવ્યું હતું કે, T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ રમી રહેલી ટોપ-4 ટીમો કોણ હશે? તેના જવાબમાં તેણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ચોક્કસપણે ત્યાં હશે, અન્ય 3 ટીમો તમે જોઈ લો. હવે નજીબ જાદરાને પેટ કમિન્સ અને ઓસ્ટ્રેલિયાની મજા લીધી છે.
નજીબ જાદરાને પોસ્ટમાં પેટ કમિન્સના શબ્દોને કટાક્ષ રીતે ફરીથી રિપીટ કર્યા છે. જોકે, નજીબ જાદરાનની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરવા આવેલા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 115 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ 17.5 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વરસાદના કારણે બાંગ્લાદેશને 19 ઓવરમાં 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 8 રનથી પાછળ પડી ગયું હતું.






