મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ભારતના કારણે જ અમે વર્લ્ડ કપ જીતી શક્યા, કિવી કેપ્ટને કર્યો ચોંકાવનારો ખુલાસો

ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને પહેલી વખત મહિલા T20 વર્લ્ડ

ભારતના કારણે જ અમે વર્લ્ડ કપ જીતી શક્યા, કિવી કેપ્ટને કર્યો ચોંકાવનારો ખુલાસો

ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવીને પહેલી વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વર્લ્ડ કપ પહેલા કિવી ટીમ સંઘર્ષ કરી રહી હતી અને તેને સતત 10 હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ન્યુઝીલેન્ડે પહેલા હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય ટીમને હરાવી અને પછી નોકઆઉટ સ્ટેજ દ્વારા ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે કિવી કેપ્ટન સોફી ડેવિને તેની ઐતિહાસિક જીત પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.

ફાઈનલમાં જીત બાદ ન્યુઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને કહ્યું, "અમારી જીતનો શ્રેય કોઈપણ એક મેચ અથવા એક ક્ષણને આપવો મુશ્કેલ છે. કદાચ આ ટૂર્નામેન્ટમાં ભારત સામેની જીતે બધુ સેટ કરી દીધું હતું. હું માનું છું કે, ગયા વર્ષે વર્લ્ડ કપ પછી સાઉથ આફ્રિકામાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ભારત સામે આવ્યું અને ટીમ ઈન્ડિયાને હરાવ્યા પછી બધુ જ સરખું થતું ગયું. જેવું કે મેં કહ્યું, આ ટીમ પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી, અમારે માત્ર સાબિત કરવાનું હતું કે અમે ઈતિહાસ રચી શકીએ છીએ."

સોફી ડિવાઈન ભારત સામે જે મેચની વાત કરી રહી છે તે 4 ઓક્ટોબરે રમાઈ હતી. કારણ કે, ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. આવી સ્થિતિમાં ભારત સામે ન્યૂઝીલેન્ડની 58 રનની જીતને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે. ક્યાંકને ક્યાંક ન્યુઝીલેન્ડ સામેની આ જ હાર ભારતની વર્લ્ડ કપમાંથી બહાર થવાનું કારણ બની હતી.

24 વર્ષ બાદ ICC ટ્રોફી જીત્યું ન્યૂઝીલેન્ડ

ન્યુઝીલેન્ડની મહિલા ટીમે છેલ્લે વર્ષ 2000માં ICC ટ્રોફી જીતી હતી. તે વર્ષે, મહિલા ODI વર્લ્ડ કપમાં કિવી ટીમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તે પછી, હવે ન્યુઝીલેન્ડે 2024 T20 વર્લ્ડ કપના રૂપમાં કોઈપણ ICC ટ્રોફી જીતી છે.

આ સમાચાર શેર કરો