IND vs NZ / ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત, બંને ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કરાયો બદલાવ
આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં ટોપ પર પહોંચવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજાનો સામનો કરશે. ગ્રુપ

આજે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ Aમાં ટોપ પર પહોંચવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ એકબીજાનો સામનો કરશે. ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ દુબઈમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો પહેલાથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ ગ્રુપ Bમાંથી સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત-ન્યુઝીલેન્ડ મેચનું પરિણામ આવ્યા પછી જ ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલ શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. ટીમ ઈન્ડિયામાં હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તીને સામેલ કરવામાં આવ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઈલ જેમીસન, વિલિયમ ઓ'રોર્ક.






