IPL 2025: મુંબઈએ આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યો હેડ કોચ, બાઉચરનું સ્થાન લેશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્દને મુખ્ય કોચ બનાવ્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ફરી એકવાર શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્દને મુખ્ય કોચ બનાવ્યો છે. તે ટીમમાં માર્ક બાઉચરનું સ્થાન લેશે. નોંધનીય છે કે, 2017 થી 2022 સુધી ટીમના મુખ્ય કોચની ભૂમિકા ભજવી હતી.
માર્ક બાઉચર 2023 અને 2024માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા. પરંતુ હવે જયવર્દને તેનું સ્થાન લેશે. કોચ તરીકે જયવર્દનેનો રેકોર્ડ સારો છે. જયવર્દનેની હાજરીમાં મુંબઈએ ત્રણ ટાઇટલ જીત્યા હતા. ટીમે 2017, 2019 અને 2020માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. મુંબઈ અત્યાર સુધીમાં પાંચ વખત ટાઈટલ જીત્યું છે.
મુંબઈએ 2024માં કુલ 14 મેચમાંથી માત્ર 4 મેચ જીતી
મુંબઈ ઈન્ડિયન્સે 2024માં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપી હતી. ગત વર્ષે ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પરિણામે ટીમ પોઈન્ટ ટેબલમાં છેક તળિયે ધકેલાઈ હતી. મુંબઈએ કુલ 14 મેચમાંથી માત્ર 4 મેચ જીતી.






