Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Krishnappa Gowtham announces retirement from all formats of cricket

કૃષ્ણપ્પા ગૌથમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, 14 વર્ષની કારકિર્દીનો આવ્યો અંત

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કૃષ્ણપ્પા ગૌથમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, 14 વર્ષની કારકિર્દીનો આવ્યો અંત
સોર્સ : GSTV

કર્ણાટકના દિગ્ગજ ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌથમે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, આ સાથે ભારતીય ઘરેલુ ક્રિકેટમાં તેની 14 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો છે. શક્તિશાળી લોઅર ઓર્ડર બેટિંગ અને ઓફ-સ્પિન માટે જાણીતા ગૌથમની રણજી ટ્રોફી, IPL અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટૂંકી પરંતુ યાદગાર કારકિર્દી રહી છે.

App Store

2012માં રણજી ડેબ્યુ

ગૌતમે 2012 રણજી ટ્રોફી સિઝનમાં ઉત્તર પ્રદેશ સામે કર્ણાટક માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતું અને તેણે પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેની ડેબ્યુ મેચમાં સુરેશ રૈના અને ભુવનેશ્વર કુમારની વિકેટ લીધી હતી. તેની આક્રમક બેટિંગ અને મહત્ત્વપૂર્ણ વિકેટ લેવાની ક્ષમતાએ તેને ઝડપથી કર્ણાટકની ટીમનો મુખ્ય ભાગ બનાવી દીધો હતો.

2016માં બનાવી ખાસ ઓળખ

2016-17ની રણજી ટ્રોફી સિઝન તેની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થઈ, જેમાં ગૌતમે માત્ર 8 મેચમાં 27 વિકેટો લઈને પોતાને એક સાચા ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો હતો. પછીની સિઝનમાં તેણે મૈસુરમાં આસામ સામે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી, જેનાથી બેટ અને બોલ બંનેથી મેચોને પ્રભાવિત કરવાની તેમની ક્ષમતા વધુ મજબૂત બની.

તેની ઘરેલુ કારકિર્દીમાં, ગૌતમે 59 ફર્સ્ટ ક્લાસ અને 68 લિસ્ટ A મેચોમાં 320થી વધુ વિકેટો લીધી સાથે સાથે લોઅર ઓર્ડરમાં મૂલ્યવાન રન પણ બનાવ્યા છે. તે 2023 સુધી કર્ણાટક ક્રિકેટમાં નિયમિત ખેલાડી રહ્યો હતો. જોકે તેને ત્યારબાદ રાજ્ય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું સર્કિટ પર તેનો ખાસ પ્રભાવ રહ્યો છે.

તેની સાતત્યતાને કારણે તેને ઘણીવાર ઈન્ડિયા-A ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં તે ન્યુઝીલેન્ડ-A, વેસ્ટ ઈન્ડિઝ-A, ઓસ્ટ્રેલિયા-A અને ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમ્યો હતો. 2021માં ભારતીય ટીમના નેટ બોલિંગ ગ્રુપનો ભાગ બન્યા પછી, તેને શ્રીલંકા પ્રવાસ માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે કોલંબોમાં રમાયેલી ODIમાં ભારત માટે તેની એકમાત્ર આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે એક વિકેટ લીધી હતી.

કૃષ્ણપ્પા ગૌથમની IPL કારકિર્દી 

IPLમાં, કૃષ્ણપ્પા ગૌથમે મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની ઓક્શન યાત્રા ઘણીવાર સમાચારમાં રહી છે. તેની IPL સફર 2017માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) થી શરૂ થઈ હતી, જેણે તેને 2017માં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગૌથમ ટાઈટલ વિજેતા ટીમનો ભાગ હતો, પરંતુ એક પણ મેચ નહતો રમ્યો. એક વર્ષ પછી રાજસ્થાન રોયલ્સ (RR) એ તેને 2018માં 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે 2018ની સિઝનમાં 15 મેચ રમી અને 11 વિકેટ લીધી અને 126 રન બનાવ્યા હતા. 2019માં, તેણે એક વિકેટ લીધી અને 11 રન બનાવ્યા હતા.

2020માં, ગૌથમને પંજાબ કિંગ્સ (PBKS) માં ટ્રેડ કરવામાં આવ્યો અને બે મેચ રમી જેમાં તેણે 42 રન બનાવ્યા અને એક વિકેટ લીધી હતી. આ પછી તેને ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા 9.25 કરોડ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યા, જે IPL ઈતિહાસમાં એક અનકેપ્ડ ખેલાડી માટેનો રેકોર્ડ હતો. ગૌથમ 2021 સિઝનમાં એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેમ્પિયન ટીમનો ભાગ હતો, પરંતુ 2017માં આ સિઝનમાં પણ તે એકપણ મેચ નહતો રમ્યો. 2022માં, તેને LSG દ્વારા 90 લાખ રૂપિયામાં સાઈન કરવામાં આવ્યો અને તે ત્રણ વર્ષ સુધી તેની સાથે રહ્યો, જેમાં તેણે 12 મેચ રમી. આ દરમિયાન તેણે આઠ વિકેટ લીધી અને 102 રન બનાવ્યા હતા.

તેની T20 કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ 2019 કર્ણાટક પ્રીમિયર લીગમાં આવી. જ્યારે બેલારી ટસ્કર્સ માટે રમતા, ગૌથમે 56 બોલમાં 13 છગ્ગા સાથે 134 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. તેણે માત્ર 39 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 8 વિકેટ લીધી. આ પ્રદર્શન ભારતીય T20 ક્રિકેટમાં સૌથી યાદગાર કારનામામાંથી એક માનવામાં આવે છે.