Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : LSG's 3 players will Head to South Africa

સાઉથ આફ્રિકા જવા રવાના થશે LSGના 3 ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીને BCCI પાસેથી મળી ખાસ પરવાનગી

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સાઉથ આફ્રિકા જવા રવાના થશે LSGના 3 ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીને BCCI પાસેથી મળી ખાસ પરવાનગી
સોર્સ : GSTV

IPL 2026 માટે બધી ટીમોએ તૈયારી કરી દીધી છે. IPLની આગામી સિઝન માટે 16 ડિસેમ્બરે મિની ઓક્શન પૂર્ણ થયું, જેમાં બધી ટીમોએ પોતાની જરૂર મુજબ ખેલાડીઓ ખરીદ્યા. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પણ ઓક્શન દ્વારા તેમની ટીમમાં ઘણા નવા ખેલાડીઓ ઉમેર્યા. હવે ફ્રેન્ચાઈઝી આગામી સિઝન પહેલા એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. ટીમના ત્રણ મુખ્ય બોલર્સ સાઉથ આફ્રિકા જવા રવાના થવાના છે, તેનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે.

App Store

ત્રણ ફાસ્ટ બોલર સાઉથ આફ્રિકા જવા રવાના થશે

લખનૌ સુપર જાયન્ટ્સના ત્રણ બોલર આવેશ ખાન, મોહસીન ખાન અને નમન તિવારી સાઉથ આફ્રિકાના જશે. આ ખેલાડીઓ SA T20 ટીમ ડર્બન સુપર જાયન્ટ્સ સાથે ટ્રેનિંગ લેશે. આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા અને હાલમાં તેમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ આ ખેલાડીઓ ડર્બન જઈ શકે છે. IPL 2026 સિઝન 26 માર્ચથી શરૂ થશે. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે તેના ફાસ્ટ બોલર્સ 100 ટકા ફિટ રહે.

ડર્બન સુપર જાયન્ટ્સના સપોર્ટ સ્ટાફમાં સાઉથ આફ્રિકાના લાન્સ ક્લુઝનર, ટોમ મૂડી, ભરત અરુણ અને કાર્લ ક્રોનો સમાવેશ થાય છે. કાર્લ, અરુણ અને ક્રો લખનૌના કોચિંગ ગ્રુપનો પણ ભાગ છે. SA20 26 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. અહેવાલો મુજબ આ ભારતીય ખેલાડીઓને BCCI તરફથી સાઉથ આફ્રિકા જવાની પરવાનગી મળી ગઈ છે.

IPL 2026ના ઓક્શનમાં LSGએ નમન તિવારીને 1 કરોડ રૂપિયામાં, અક્ષત રઘુવંશીને 2.2 કરોડ રૂપિયામાં, જોશ ઈંગ્લિસને 8.6 કરોડ રૂપિયામાં, વાનિન્દુ હસરંગાને 2 કરોડ રૂપિયામાં, એનરિચ નોર્કિયાને 2 કરોડ રૂપિયામાં અને મુકુલ ચૌધરીને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

IPL 2026 માટે LSGની સ્કવોડ

રિષભ પંત, આયુષ બદોની, અબ્દુલ સમદ, એડન માર્કરામ, હિમ્મત સિંહ, મેથ્યુ બ્રીટ્ઝકે, નિકોલસ પૂરન, મિચેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસીન ખાન, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, એનરિચ નોર્કિયા, વાનિન્દુ હસરંગા, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી, જોશ ઈંગ્લિસ.