મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024 : હોમગ્રાઉન્ડમાં કોલકાતાએ લખનઉને હરાવ્યું, આ ખેલાડી રહ્યો જીતનો હિરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સીઝનમાં રવિવારે ડબલ હેડરમાં પ્રથમ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સ

IPL 2024 : હોમગ્રાઉન્ડમાં કોલકાતાએ લખનઉને હરાવ્યું, આ ખેલાડી રહ્યો જીતનો હિરો

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સીઝનમાં રવિવારે ડબલ હેડરમાં પ્રથમ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ખેલાયો હતો. કોલકાતાએ ટોસ જીતીને લખનઉને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. પરિણામે લખનઉ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 15.4 ઓવરમાં ટાર્ગેટ પાર પાડીને આસાનીથી વિજય મેળવ્યો હતો.

ફિલ સોલ્ટે આક્રમક ફિફ્ટી ફટકારી

લખનઉ સુપર જાયન્ટ્સે આપેલા 162 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતેરલી કોલકાતાએ આક્રમક શરૂઆત કરી હતી. જોકે, સુનીલ નારાયણ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ અંગક્રિશ રઘુવંશી પણ 7 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. બાદમાં ફિલિપ સોલ્ટ અને શ્રેયસ અય્યરે ત્રીજી વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સોલ્ટે 47 બોલમાં 3 સિક્સ અને 14 ફોરની મદદથી અણનમ 89 રન ફટકાર્યા હતા.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન 

કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નારાયણ, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તી.

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, શમર જોસેફ અને યશ ઠાકુર

આ સમાચાર શેર કરો