કેએલ રાહુલે 5 વર્ષ પછી 'કોફી વિથ કરણ' શોના વિવાદ અંગે તોડ્યું મૌન, કહ્યું - 'સ્કૂલમાં પણ આવી સજા...'
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 5 વર્ષ જૂના મુદ્દા

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 5 વર્ષ જૂના મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે. લગભગ 5 વર્ષ પહેલા કેએલ રાહુલ અને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રખ્યાત બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં જોવા મળ્યા હતા. આ શોમાં રાહુલ અને હાર્દિકે મહિલાઓ વિશે વાત કરી, જે લોકોને બિલકુલ પસંદ ન આવી. આ શો પછી રાહુલ અને હાર્દિકને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના પર કેએલ રાહુલે હવે વાત કરી.
વનડે સીરિઝ પહેલા કરવામાં આવ્યા સસ્પેન્ડ
કામથ સાથે પોડકાસ્ટમાં વાત કરતી વખતે રાહુલે કહ્યું કે, આ ઘટના પછી તેને એવી સજા મળી જે તેને સ્કૂલમાં પણ ક્યારેય મળી નથી. વાસ્તવમાં, આ શો પછી રાહુલ અને હાર્દિકને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ પહેલા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોડકાસ્ટ પર બોલતા, ભારતીય વિકેટકીપર બેટ્સમેને કહ્યું, "આ ઈન્ટરવ્યુ એક અલગ જ દુનિયા હતી. તેણે મને સંપૂર્ણપણે બદલી નાખ્યો. હું નાનપણથી જ ખૂબ જ શરમાળ અને સોફ્ટ સ્પીકર હતો. ટીમ ઈન્ડિયા માટે રમીને મારો આત્મવિશ્વાસ વધ્યો. મને લાગ્યું કે, લોકો સાથે વાત કરવી જોઈએ. "કોઈ સમસ્યા નહોતી."
હું ક્યારેય સ્કૂલમાંથી પણ સસ્પેન્ડ નથી થયો
રાહુલે આગળ કહ્યું, "તે ઈન્ટરવ્યુએ મને ખૂબ ડરાવ્યો હતો અને હવે હું એવું નથી કરતો. ટીમમાંથી સસ્પેન્ડ થવું, મને ક્યારેય સ્કૂલમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો ન હતો. સ્કૂલમાં પણ મને ક્યારેય આવી સજા મળી નથી, આ બધું મારી સાથે ક્યારેય બન્યું નથી. મને ખબર ન હતી કે, તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો." ભારતીય વિકેટકીપર બેટ્સમેને વધુમાં કહ્યું, "મેં સ્કૂલમાં નાની-નાની મસ્તીઓ કરી છે, પરંતુ ક્યારેય એવું કંઈ નથી કર્યું જેનાથી મને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે અથવા મારા માતા-પિતાએ ત્યાં આવવું પડે. તે મારી પહેલી મસ્તી હતી અને તમને "અહેસાસ થાય છે કે તે ખોટું અને ખરાબ હતું."






