IPL 2025 / KKRને લાગ્યો મોટો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી બહાર થયો આ ખેલાડી, ગુજરાતી બોલરને ટીમમાં કરાયો સામેલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 22 માર્ચથી શરૂ થશે. આ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક ઈજાને કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઉમરાનનું બહાર થવું KKR માટે મોટો ઝટકો હશે કારણ કે તે તેની ઝડપી ગતિથી કોઈપણ બેટ્સમેનને મુશ્કેલીમાં મુકવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ફ્રેન્ચાઈઝીએ તાત્કાલિક ઉમરાન મલિકના સ્થાને અન્ય ખેલાડીની જાહેરાત કરી દીધી છે. તેના સ્થાને હવે ગુજરાતના ચેતન સાકરિયાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમરાન મલિકને મેગા ઓક્શનમાં KKR એ 75 લાખમાં ખરીદ્યો હતો.
ચેતન સાકરિયા IPL 2024માં પણ KKRનો ભાગ હતો
27 વર્ષીય સાકરિયાને ગયા વર્ષે પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR દ્વારા ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તે સિઝનમાં તે ટીમ માટે એક પણ મેચ નહતો રમ્યો. આ પછી, ગયા વર્ષના અંતમાં યોજાયેલી મેગા ઓક્શનમાં તેને કોઈ ખરીદનાર નહતો મળ્યો, પરંતુ હવે તેને રિપ્લેસમેન્ટ તરીકે તક મળી છે. તેને 75 લાખ રૂપિયાની કિંમતે સાઈન કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો ચેતન સાકરિયાને આ સિઝનમાં તક મળે છે, તો તે ચોક્કસપણે સારું પ્રદર્શન કરવા માંગશે.
IPLમાં ચેતન સાકરિયાનું પ્રદર્શન
ચેતન સાકરિયાએ ત્રણ સિઝન (2021-23) માં 19 IPL મેચ રમી છે અને 8.43ની ઈકોનોમીથી 20 વિકેટ લીધી છે. 2021માં, તેણે રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે 2022માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો. T20 ફોર્મેટમાં તેના આંકડા વિશે વાત કરીએ તો, તેણે 46 મેચોમાં 7.69ની ઈકોનોમી સાથે 65 વિકેટ લીધી છે.
IPL 2025 માટે KKR ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્કિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીત સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયા.






