Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : KKR defeating Rajasthan Royals by 4 wickets, Rinku Singh scored a fifty

IPL 2026 : રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવી KKRએ ખોલ્યું જીતનું ખાતું, રિન્કુ સિંહે ફટકારી ફિફ્ટી

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026 : રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે હરાવી KKRએ ખોલ્યું જીતનું ખાતું, રિન્કુ સિંહે ફટકારી ફિફ્ટી
સોર્સ : GSTV

IPL 2026નો 28મો મુકાબલો રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં KKRએ 4 વિકેટે જીત મેળવી. IPLની આ સીઝનમાં KKRની આ પ્રથમ જીત છે. મુકાબલાની વાત કરીએ તો ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને વૈભવના 46 રનના દમ પર KKR સામે 156 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને છેલ્લી ઓવરમાં ચેઝ કરી લેવામાં આવ્યો હતો.

App Store

સ્કોર કાર્ડ

RR: 155/9(20)

KKR: 161/6(19.4)

કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનિંગ

157 રનનો ટાર્ગેટ સર કરવામાં ઉતરેલી KKRની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમના બંને ઓપનર ટિમ સીફર્ટ અને અજિંક્ય રહાણે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્યારબાદ કેમરૂન ગ્રીને 27 રન બનાવીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્ટમ્પિંગ આઉટ થયો હતો. ત્યારબાદ અંગકૃષ રઘુવંશી પાસેથી ટીમને ઘણી આશા હતી, પરંતુ તે પણ 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

રિન્કુ સિંહે રંગ રાખ્યો

ત્યારબાદ પોવેલ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 23 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ રિન્કુ સિંહ અને અનુકૂલ રોયે મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. રિન્કુ સિંહે અણનમ 34 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અનુકૂલે 16 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. રિન્કુએ પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. IPLની ચાલુ સીઝનમાં KKRની આ પ્રથમ જીત છે. આ જીત સાથે KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા નંબરે આવી ગઈ છે અને મુંબઈની ટીમ છેલ્લા સ્થાને પહોંચી ગઈ છે.

રાજસ્થાનની ઈનિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ઇનિંગની શરૂઆત વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે કરી હતી. છઠ્ઠી ઓવરમાં બંનેએ ટીમનો સ્કોર 50ને પાર પહોંચાડી દીધો હતો. 9મી ઓવરમાં રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો જ્યારે વૈભવ સૂર્યવંશી પોતાની વિકેટ ગુમાવી બેઠો. વૈભવને વરુણે પોતાની ફિરકીમાં ફસાવ્યો હતો, વૈભવ 28 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. વૈભવે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ યશસ્વી જયસ્વાલ પણ 11મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. વળી, ધ્રુવ જુરેલ પણ સસ્તામાં આઉટ થયો હતો. જુરેલના બેટથી માત્ર 5 રન આવ્યા હતા. રાજસ્થાનની ટીમ 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી હતી.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

રાજસ્થાન રોયલ્સ

વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, રવિ બિશ્નોઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ

અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, રિન્કુ સિંહ, સુનીલ નરેન, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, વૈભવ અરોડા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.