Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : CSK batting coach gave update on Ayush Mhatre's injury

VIDEO: IPL 2026 / આયુષ મ્હાત્રેની ઈજા અંગે આવ્યું મોટું અપડેટ, બેટિંગ કોચે કર્યો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026 ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારું નથી રહ્યો. ટીમે જીત માટે ઘણી મહેનત કરવી પડી રહી છે, તેમ છતાં જીત નથી મળી રહી. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે, બેટિંગ કોચ માઈક હસીએ તેની સ્થિતિ અંગે અપડેટ આપ્યું છે.

App Store

ચેન્નાઈ આ મેચમાં 195 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહ્યું હતું. આયુષ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને ત્યારે જ પાંચમી ઓવરમાં, બોલ મિડવિકેટ તરફ ગયા પછી બીજા રનનો પ્રયાસ કરતી વખતે તેને હેમસ્ટ્રિંગમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. તેને ચેક કરવા ફિઝિયો પણ મેદાન પર આવ્યા હતા.

મોટું નુકસાન થઈ શકે છે

આયુષે પીડા છતાં બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડીવાર પછી તે આઉટ થઈ ગયો અને પછી સપોર્ટ સ્ટાફ દ્વારા તેને મેદાનની બહાર લઇઈ જવામાં આવ્યો. મેચ પછી, ટીમના બેટિંગ કોચ માઈક હસીએ આયુષની ઈજા અંગે અપડેટ આપ્યું. તેમણે કહ્યું, "આયુષને સ્નાયુઓમાં ઈજા થઈ છે. મને ખબર નથી કે તે કેટલી ગંભીર છે. અમે તેનું સ્કેન કરાવીશું, પરંતુ આ સમયે, તે ખૂબ જ ગંભીર ઈજા લાગે છે. આ અમારા માટે એક મોટું નુકસાન હોઈ શકે છે, કારણ કે તે ખૂબ જ સારા ફોર્મમાં છે."

આયુષે 13 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. આ યુવા બેટ્સમેન તેની બેટિંગથી પ્રભાવશાળી રહ્યો છે અને ચેન્નાઈની ટીમનો મુખ્ય ભાગ છે.

મેચ કેવી રહી?

પહેલા બેટિંગ કરતા, હૈદરાબાદે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 22 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 59 રન બનાવ્યા. હેનરિક ક્લાસેને પણ 39 બોલનો સામનો કરીને છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 59 રન બનાવ્યા હતા.

બીજી ઈનિંગમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 184 રન બનાવીને શકી હતી, જેમાં મેથ્યુ શોર્ટે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.