SRH vs CSK / અભિષેક શર્માએ ચેન્નાઈ સામેની મેચમાં રચ્યો ઈતિહાસ, IPLમાં આ કારનામું કરનાર પહેલો ખેલાડી બન્યો

IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં માત્ર 22 બોલમાં 59 રન ફટકારીને તેણે હૈદરાબાદની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, સાથે જ અનેક મોટા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.
CSK અને MI સામે અનોખો રેકોર્ડ
અભિષેક શર્મા હવે IPLના ઈતિહાસનો એકમાત્ર એવો બેટ્સમેન બની ગયો છે જેણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જેવી દિગ્ગજ ટીમો સામે 20થી ઓછા બોલમાં અડધી સદી ફટકારી હોય.
- ચેન્નાઈ સામે (2026): માત્ર 15 બોલમાં ફિફ્ટી.
- મુંબઈ સામે (2024): માત્ર 16 બોલમાં ફિફ્ટી.
SRH માટે સૌથી ઝડપી અડધી સદી
અભિષેકે હૈદરાબાદ (SRH) માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.
- 15 બોલ: અભિષેક શર્મા vs CSK (2026)
- 16 બોલ: અભિષેક શર્મા vs MI (2024)
- 16 બોલ: ટ્રેવિસ હેડ vs DC (2024)
20 બોલની અંદર સૌથી વધુ ફિફ્ટીનો પરાક્રમ
IPLના ઈતિહાસમાં 20 બોલની અંદર સૌથી વધુ વખત અડધી સદી ફટકારવાના મામલે પણ અભિષેક ટોચ પર પહોંચી ગયો છે. તે અત્યાર સુધી 6 વખત કારનામું કરી ચૂક્યો છે.
- અભિષેક શર્મા: 6 વખત
- વૈભવ સૂર્યવંશી: 3 વખત
- ટ્રેવિસ હેડ: 3 વખત
2000 રન પૂરા અને સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ
આ ઈનિંગ દરમિયાન અભિષેકે IPL કરિયરમાં પોતાના 2000 રન પણ પૂરા કર્યા છે. મહત્ત્વની વાત એ છે કે, 80 IPL ઈનિંગ્સ બાદ કોઈપણ ભારતીય બેટ્સમેન કરતા અભિષેક શર્માનો સ્ટ્રાઈક રેટ સૌથી વધારે છે.

