Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 PBKS vs LSG match preview

VIDEO: PBKS vs LSG / પંજાબનો વિજય રથ રોકવા ઉતરશે લખનૌ, ફોર્મમાં વાપસી કરવા માંગશે રિષભ પંત

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તમ ફોર્મમાં રહેલી પંજાબ કિંગ્સ રવિવારે મુલ્લાનપુરના નવા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરશે. આ IPL સિઝનમાં બંને ટીમો વચ્ચેનો છઠ્ઠો મુકાબલો હશે. જ્યારે પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માટે પ્રયત્ન કરશે, ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ બે હાર બાદ પાછા ફરવા માંગશે. જોકે, પંજાબ કિંગ્સ સામે લખનૌની બેટિંગ નબળી લાગી રહી છે.

App Store

પંજાબનો ટોપ ઓર્ડર ઉત્તમ ફોર્મમાં છે. આ સિઝનના આંકડાઓ પર નજર કરીએ તો, લખનૌના ટોચના પાંચ બેટ્સમેનોએ પંજાબના ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ જેટલા છગ્ગા નથી ફટકાર્યા. લખનૌના મિચેલ માર્શ (7), એડન માર્કરમ (6), રિષભ પંત (1), નિકોલસ પૂરન (3), અને આયુષ બદોની (3) એ 20 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે પ્રિયાંશ અને પ્રભસિમરને 22 (11-11) ફટકાર્યા છે.

પંજાબ કિંગ્સ અત્યાર સુધી અજેય છે

પંજાબ આ વર્ષે તેની પાંચ મેચમાંથી ચાર જીતી છે અને એક મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. પંજાબ કિંગ્સ આ સિઝનમાં એકમાત્ર અજેયટીમ છે. દરમિયાન, લખનૌએ તેની પાંચ મેચમાંથી ફક્ત બે જ મેચ જીતી છે. પ્રભસિમરન સિંહે પંજાબ માટે સૌથી વધુ 211 રન બનાવ્યા છે. કેપ્ટન અય્યરે 203, કૂપર કોનોલીએ 136 અને પ્રિયાંશ આર્યએ 118 રન બનાવ્યા છે. લખનૌ માટે મુકુલ ચૌધરી (127) એ સૌથી વધુ રન બનાવ્યા છે.

ટીમના ફક્ત ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી છે. જોકે, લખનૌની બોલિંગ પંજાબ કરતા સારી દેખાઈ છે. પંજાબના મુખ્ય બોલર્સ યુઝવેન્દ્ર ચહલ અને માર્કો યાનસન, હજુ સુધી સારું પ્રદર્શન નથી કરી શક્યા. દરમિયાન, લખનૌના સ્ટાર બોલર્સ મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવ સારા ફોર્મમાં છે. અર્શદીપ સિંહે પણ શરૂઆતની મેચોમાં સંઘર્ષ કર્યો હતો, જોકે તેણે છેલ્લી મેચમાં ત્રણ વિકેટ લઈને વાપસી કરી હતી.

પંત ફોર્મ શોધી રહ્યો છે, અય્યર રન બનાવી રહ્યો છે

આ IPLમાં, લખનૌ સુપર જાયન્ટ્સના સૌથી મોંઘા ખેલાડી અને કેપ્ટન રિષભ પંતનું બેટ શાંત રહ્યું રહ્યો છે. તેણે પાંચ મેચમાં માત્ર 26ની સરેરાશથી 104 રન બનાવ્યા છે. તેણે ફક્ત એક અડધી સદી ફટકારી છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં એક જ છગ્ગો ફટકાર્યો છે. આ દરમિયાન, પંજાબનો કેપ્ટન શ્રેયસ અય્યર ઘણા રન બનાવી રહ્યો છે. તેણે પાંચ મેચમાં 67.66ની એવરેજથી 203 રન બનાવ્યા છે. તેની છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં, તેણે 66, 69* અને 50 રન બનાવ્યા છે.

IPL 2026 માટે બંને ટીમો

પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્યા હરનુર સિંહ, મિચેલ ઓવેન, વિષ્ણુ વિનોદ, નેહલ વઢેરા, અઝમતુલ્લાહ ઉમરઝઈ, માર્કો યાનસન, માર્કસ સ્ટોઈનિસ, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બરાર, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, મુશીર ખાન, પ્રવીણ દુબે, વિશાલ નિષાદ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ, પાઈલા અવિનાશ, શશાંક સિંહ.

લખનૌ સુપર જાયન્ટ્સઃ રિષભ પંત (કેપ્ટન), મિચેલ માર્શ, એડન માર્કરમ, હિમ્મત સિંહ, મેથ્યુ બ્રેટ્ઝકે, મુકુલ ચૌધરી, અક્ષત રઘુવંશી, જોશ ઈંગ્લિસ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, આયુષ બદોની, મોહમ્મદ શમી, આવેશ ખાન, એમ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, આકાશ સિંહ, પ્રિન્સ યાદવ, અર્જુન તેંડુલકર, એનરિક નોર્કિયા, નમન તિવારી, મયંક યાદવ, મોહસીન ખાન.