મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Video: પેરા એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, સિમરને બે ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો

સોર્સ: gstv

પેરા એશિયન ગેમ્સ માં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ત્રીજા દિવસે 24 મેડલ જીત્યા બાદ ચોથા દિવસે પણ ભારતે દબદબો જાળવી રાખ્યો છે. પ્રવીણ કુમાર, સચિન ખિલારી અને આયુષ વર્મા બાદ મહિલા 100 મીટર T12 સ્પર્ધામાં સિમરને ઇતિહાસ રચ્યો છે. મહિલા 200 મીટર T12 માં ગોલ્ડ જીત્યા પછી  તેણે 100 મીટર T12 માં 12.02 સેકન્ડના રેકોર્ડ સમય સાથે અન્ય એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.  પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ મોર્સિંગનાકથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સિવાય રવિ રોંગાલીએ F40 શોટ પુટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.  આઇચી-નાગોયામાં રમાઈ રહેલી આ રમતોના ચોથા દિવસે જ ભારતના કુલ મેડલની સંખ્યા 53 પર પહોંચી ગઈ છે, જેમાં 14 ગોલ્ડ, 18 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સામેલ છે. મેડલ ટેલીમાં ભારત દક્ષિણ કોરિયાને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયું છે.  

આ સમાચાર શેર કરો