મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

KKR આ વખતે બની શકે છે IPL 2024માં ચેમ્પિયન, બની રહ્યો છે અનોખો સંયોગ

ક્રિકેટમાં નસીબનું કનેક્શન ઘણું જરૂરી છે. KKR આ વખતે ફરી એક વખત IPLમાં ચેમ્પિયન બની શકે છે. મુંબઇ ઇન્ડિયન્સ સ

KKR આ વખતે બની શકે છે IPL 2024માં ચેમ્પિયન, બની રહ્યો છે અનોખો સંયોગ

ક્રિકેટમાં નસીબનું કનેક્શન ઘણું જરૂરી છે. KKR આ વખતે ફરી એક વખત IPLમાં ચેમ્પિયન બની શકે છે. મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત બાદ કોલકાતા નાઇટ રાઇડર્સનો અનોખો સંયોગ બની રહ્યો છે. KKRએ મુંબઇ ઇન્ડિયન્સને 24 રને હરાવ્યું હતું. શાહરૂખ ખાનની ટીમ ફરી એક વખત ચેમ્પિયન બની શકે છે.

3મેએ રમાયેલી મેચમાં KKRએ મુંબઇ ઇન્ડિયન્સને વાનખેડે સ્ટેડિયમમાં હરાવ્યું હતું. આ પહેલા 2012માં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને આ મેદાન પર હરાવ્યું હતું. તે સમયે KKR IPLમાં ચેમ્પિયન બની હતી.

2012ની જેમ વાનખેડેમાં KKRએ મેળવી જીત

કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 2012ની ચેમ્પિયન હતી, તે સમયે તેને ચેન્નાઇમાં રમાયેલી ફાઇનલ મેચ જીતી હતી. હવે IPL 2024માં પણ ઘણી વસ્તુઓ સમાન છે. વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ જીત તો થઇ ગઇ આ સિવાય આ વખતે IPLની ફાઇનલ પણ ચેન્નાઇમાં જ રમાવાની છે.

12 વર્ષ પછી કોલકાતાની ટીમ ઉઠાવશે IPL ટ્રોફી

KKR માટે સંયોગ પુરી રીતે બનતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. પ્લે ઓફમાં પહોંચવાની તે પ્રબળ દાવેદાર છે. જો તે અહીંથી ફાઇનલમાં પહોંચવામાં સફળ થાય છે તો પછી ચેન્નાઇમાં 12 વર્ષ બાદ ફરી એક વખત કોલકાતા નાઇટ રાઇડર્સ IPLનો ખિતાબ ઉઠાવી શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ 2012 અને 2014માં ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં IPL ચેમ્પિયન બની ચુક્યુ છે. અત્યારે ગૌતમ ગંભીર ટીમનો મેન્ટર છે.

IPL 2024માં પોઇન્ટ ટેબલમાં KKR બીજા સ્થાને 

IPL 2014માં રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. રાજસ્થાનના 10 મેચમાં 8 જીત સાથે 16 પોઇન્ટ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ બીજા નંબર પર છે. કોલકાતાના 10 મેચમાં 7 જીત સાથે 14 પોઇન્ટ છે.ત્રીજા નંબર પર 12 પોઇન્ટ સાથે લખનૌ સુપર જાયન્ટ્સ છે જ્યારે ચોથા નંબર પર 12 પોઇન્ટ સાથ સનરાઇઝર્સ હૈદરાબાદ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ 10 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર છે.

આ સમાચાર શેર કરો