મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વિરાટ કોહલી પર ફિદા છે આ કીવી મહિલા ક્રિકેટર, કહ્યું- કિંગ કોહલીને મળીશ ત્યારે...

વિરાટ કોહલીના ફેન્સ સમગ્ર વિશ્વમાં છે. એવામાં હવે ન્યૂઝીલેન્ડની

વિરાટ કોહલી પર ફિદા છે આ કીવી મહિલા ક્રિકેટર, કહ્યું- કિંગ કોહલીને મળીશ ત્યારે...

વિરાટ કોહલીના ફેન્સ સમગ્ર વિશ્વમાં છે. એવામાં હવે ન્યૂઝીલેન્ડની યુવા સ્પિનર ​​ઝારા જેટલી પણ કોહલીની ફેન લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. 22 વર્ષની ઝારાએ કોહલી સાથે ફોટો ક્લિક કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમજ એક દાવો પણ કર્યો છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. 

કોહલી પર ફિદા છે આ મહિલા ક્રિકેટર 

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની અગ્રણી ખેલાડી ઝારા જેટલી વિરાટ કોહલીની મોટી ફેન છે. ઝારા જેટલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કોહલી વિશે ઘણી વાતો કહી હતી. આ શોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જો તમને કોઈ બે ક્રિકેટર, એક પુરૂષ ક્રિકેટર અને એક મહિલા ક્રિકેટરને બોલિંગ કરવાનો મોકો મળે તો તમે કોને બોલિંગ કરવાનું પસંદ કરશો? આ દરમિયાન ઝારાએ કહ્યું, 'પુરુષ ક્રિકેટમાં હું વિરાટ કોહલીને બોલિંગ કરવા માગુ છું. વિરાટ કોહલી સાથે ફોટો ક્લિક કરાવીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો જ મારું લક્ષ્ય રહેશે.'

બાદમાં, ઝારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, 'વિરાટ કોહલી અને હું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે ચોક્કસપણે સાથે ફોટો લઈશું - મારા આ શબ્દોને યાદ રાખજો!'

કોણ છે ઝારા જેટલી?

ઝારા જેટલી ન્યૂઝીલેન્ડની સ્પિનર છે, તેણે હજુ સુધી એક પણ ઇન્ટરનેશનલ મેચ નથી રમી અને ડેબ્યૂની રાહ જોઈ રહી છે. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. વિમેન્સ સુપર સ્મેશની છેલ્લી સિઝનમાં વેલિંગ્ટનની જીતમાં ઝારાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યાં ઑકલેન્ડના ઈડન પાર્ક ખાતે યોજાયેલી ફાઇનલમાં ધ બ્લેઝે કેન્ટરબરીને 1 રનથી હરાવ્યું હતું. ઝારા જેટલી ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ફેન્સમાં લોકપ્રિય પણ છે. 

આ સમાચાર શેર કરો