મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શાહરુખ સાથે ક્યારેય IPL મેચ નથી જોતી જૂહી ચાવલા, કહ્યું... મારા પર ગુસ્સો કાઢે છે

શાહરુખ ખાન અને જૂહી ચાવલાએ ‘ડર’, ‘યસ બોસ’, ‘દિલ હૈ હિન્દ

શાહરુખ સાથે ક્યારેય IPL મેચ નથી જોતી જૂહી ચાવલા, કહ્યું... મારા પર ગુસ્સો કાઢે છે

શાહરુખ ખાન અને જૂહી ચાવલાએ ‘ડર’, ‘યસ બોસ’, ‘દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ભૂતનાથ’, ‘રામ જાને’ જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ સિવાય જૂહી ચાવલા, તેના પતિ જય મહેતા અને શાહરૂખ ખાન IPLની ટીમ KKRના કો-ઓનર્સ છે. હાલમાં જ જૂહી ચાવલાએ ખુલાસો કર્યો છે કે તે શાહરુખ ખાન સાથે IPLની મેચ નથી જોતી.

IPLની 17મી સિઝનમાં જૂહી ચાવલાએ કહ્યું કે, તે તેની ટીમના કો-ઓનર શાહરુખ ખાન સાથે IPL મેચ નથી જોઈ શકતી. એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા જૂહી ચાવલાએ કહ્યું, ‘IPL કાયમ ઈન્ટરેસ્ટિંગ હોય છે અને અમે બધા મેચ જોતી વખતે ખૂબ જ સ્ટ્રેસમાં હોઈએ છીએ.’

અમે મેચ જોવા માટે બેસ્ટ પાર્ટનર નથી
શાહરુખ ખાન સાથે મેચ જોવાને લઈને જૂહી ચાવલાએ કહ્યું, ‘શાહરુખ સાથે મેચ જોવી ક્યારેય સારો આઇડિયા નથી. કારણ કે જ્યારે પણ અમારી ટીમ સારું પર્ફોર્મ નથી કરતી હોતી ત્યારે તે ટીમનો ગુસ્સો મારા પર ઉતારવા લાગે છે. હું એને કાયમ કહું છું કે આ બધી વાતો તું મને નહીં પણ ટીમને કહે પણ તે કાયમ મારા પર જ પોતાનો ગુસ્સો કાઢતો હોય છે. આ જ કારણ છે કે અમે મેચ જોવા માટે બેસ્ટ પાર્ટનર નથી. જોકે, મને લાગે છે કે આ વાત બીજી ટીમના ઓનર્સને પણ લાગૂ પડે છે. જ્યારે તેમની ટીમ રમતી હોય છે ત્યારે તેમને પણ ટેન્શનમાં જોઈ શકાય છે.’

શાહરુખ-જૂહીના વર્કફ્રન્ટ
શાહરુખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે ‘જવાન’માં જોવા મળ્યો હતો. હાલ તેની પાસે સુજોય ઘોષની ફિલ્મ ‘કિંગ’ છે. આ ફિલ્મમાં તેની સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. જ્યારે જૂહી ચાવલા છેલ્લે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’ની જજ પેનલમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળી હતી. જૂહી લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે.

આ સમાચાર શેર કરો