મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

જો રૂટે ટેસ્ટમાં તોડ્યો ગાવસ્કરનો સૌથી મોટો રેકોર્ડ, લારા-દ્રવિડને પણ પાછળ રાખી દીધા

ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારીને ભારતના સુનીલ ગાવસ્કરને

જો રૂટે ટેસ્ટમાં તોડ્યો ગાવસ્કરનો સૌથી મોટો રેકોર્ડ, લારા-દ્રવિડને પણ પાછળ રાખી દીધા

ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારીને ભારતના સુનીલ ગાવસ્કરને પાછળ રાખી દીધા છે. 33 વર્ષીય જો રૂટે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. પાકિસ્તાનમાં આ તેની પહેલી સદી છે. જો રૂટની ટેસ્ટ કારકિર્દીમાં આ 35મી સદી છે. આ સાથે જો રૂટ સૌથી વધુ સદી ફટકારવાના મામલે ગાવસ્કર, બ્રાયન લારા, મહેલા જયવર્દને અને યુનિસ ખાનથી આગળ નીકળી ગયો છે. ગાવસ્કર, લારા, જયવર્દને અને યુનિસના નામે 34 ટેસ્ટ સદી છે.

33 વર્ષીય જો રૂટે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ મુલ્તાન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ મેચમાં પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો અને 3 વિકેટે 300થી વધુ રન બનાવ્યા. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં જો રૂટ સૌથી આગળ હતો.

આ સાથે જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન એલિસ્ટર કૂકને પાછળ છોડી દીધો છે. કુકે ઇંગ્લેન્ડ માટે 161 ટેસ્ટની 291 ઇનિંગ્સમાં 45.35ની એવરેજથી 12,472 રન બનાવ્યા હતા. રૂટે 147 ટેસ્ટની 268 ઇનિંગ્સમાં કુકના રન કાઉન્ટને પાછળ રાખી ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બની ગયો છે. 

મુલ્તાન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બ્રેક બાદ જો રૂટે પોતાની સદી પૂરી કરી હતી. આ ટેસ્ટ મેચમાં ચોથી સદી છે. આ મેચમાં જ પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદ, અબ્દુલ્લા શફીક અને સલમાન આગાએ પણ સદીની ઇનિંગ્સ રમી છે. સલમાન આગાએ આઠમા નંબરે આવીને સદી ફટકારી છે.

પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે સદી ફટકારી હતી. આ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન પૂરા કરનાર ઈતિહાસનો પહેલો બેટ્સમેન બની ગયો છે. 

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

સચિન તેંડુલકર – 15,921 રન
રિકી પોન્ટિંગ - 13,378 રન
જેક કાલિસ - 13,289 રન
રાહુલ દ્રવિડ - 13,288 રન
જો રૂટ - 12,500 રન

આ યાદીમાં માત્ર સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ, જેક કાલિસ અને રાહુલ દ્રવિડ જ તેનાથી આગળ છે. તેની ટેસ્ટ કારકિર્દીમાં દ્રવિડે 164 મેચોની 286 ઇનિંગ્સમાં 52.31ની શાનદાર એવરેજથી 13,288 રન બનાવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના જેક કાલિસે 166 મેચોની 280 ઇનિંગ્સમાં 55.37ની એવરેજથી 13,289 રન બનાવ્યા છે, જે દ્રવિડ કરતા એક વધુ છે.

જો રૂટે પોતાની 147મી ટેસ્ટમાં 35મી સદી ફટકારી છે. ટેસ્ટ મેચોમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે હવે છઠ્ઠા સ્થાને આવી ગયો છે. માત્ર સચિન તેંડુલકર, જેક કાલિસ, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા અને રાહુલ દ્રવિડ જ રૂટ કરતાં વધુ સદી ફટકારી શક્યા છે. સચિનના નામે ટેસ્ટમાં સૌથી વધુ 51 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે.

સુનીલ ગાવસ્કરને તેની શાનદાર બેટિંગ ઉપરાંત બે રેકોર્ડ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રનના આંકડો પાર કરનાર પહેલા બેટ્સમેન છે. અને બીજો 34 ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન ગાવસ્કર છે. સુનીલ ગાવસ્કરે પોતાની 16 વર્ષની કારકિર્દીમાં 125 ટેસ્ટ મેચમાં 10,122 રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો