મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશને ઘરેલું ક્રિકેટમાં ફટકારી આક્રમક સદી

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ક્રિકેટર ઇશાન કિશને ફરીથી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે. ઈશાન કિ

VIDEO:  સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશને ઘરેલું ક્રિકેટમાં ફટકારી આક્રમક સદી

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા ક્રિકેટર ઇશાન કિશને ફરીથી પોતાની પ્રતિભાનો પરિચય આપી દીધો છે. ઈશાન કિશને બૂચી બાબુ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ સામે આક્રમક સેન્ચુરી ફટકારી છે.

મધ્ય પ્રદેશ સામેની મેચમાં ઇશાન કિશનને છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવીને સદી ફટકારી હતી. વિકેટ કીપર બેટર કિશને 9 માત્ર 86 બોલમાં સદી પુરી કરી હતી.  તેણે 10 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે 107 બોલમાં 114 રન ફટકારીને મેદાન છોડ્યું હતું. 

કિશનની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી કરાઈ હતી

કિશને 2023માં પ્રવાસના થાકનું કારણ આપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. બાદમાં ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેને અને શ્રેયસ ઐય્યરને ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં શ્રેયસ ઐયર મુંબઈ માટે રણજીમાં રમ્યો હતો પરંતુ કિશન સીધો મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં રમતો દેખાયો હતો. જેમાં તેણે 14 મેચમાં 320 રન બનાવ્યા હતા. શ્રેયસ અને ઇશાન કિશન બંનેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ રદ થયો હતો. હવે ફરીથી ઇશાન કિશને ઘરેલુ ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કરતાં નજીકના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમના દરવાજા ફરીથી તેના માટે ખૂલી જાય તો નવાઈ નહીં!

આ સમાચાર શેર કરો