VIDEO: KKR vs PBKS / જીતની હેટ્રિક લગાવવા માંગશે પંજાબ, પહેલા વિજય પર હશે કોલકાતાની નજર
આજે (6 એપ્રિલ) ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક અનોખી લડાઈ જોવા મળશે. જેમાં પંજાબ જીતની હેટ્રિક લગાવવાનો પ્રયાસ કરશે, જ્યારે કોલકાતા સતત ત્રીજી હાર ટાળવા અને જીતનો સ્વાદ ચાખવા માંગશે.
પંજાબે સિઝનની તેની પ્રથમ બે મેચ જીતી છે, જ્યારે કોલકાતા બંને હારી ગયું છે. હાલમાં, ફક્ત આંકડા કોલકાતાની તરફેણ કરે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 35 મેચ રમાઈ છે, જેમાં કોલકાતા 21 જીતી છે અને પંજાબ 13 જીતી છે. એક મેચમાં કોઈ પરિણામ નથી આવ્યું.
બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરવાનો સમય
ટુર્નામેન્ટ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં હોવાથી, કોલકાતા પાસે તેની બેન્ચ સ્ટ્રેન્થ ખાસ કરીને તેના ફાસ્ટ બોલર્સનું પરીક્ષણ કરવાની તક છે. બ્લેસિંગ મુઝરબાની સિવાય, કોઈ બોલરે સારું પ્રદર્શન નથી કર્યું. વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી બિનઅસરકારક રહ્યા છે. આવી સ્થિતિમાં, ઉમરાન મલિક, સૌરવ દુબે અને નવદીપ સૈની જેવા વિકલ્પો પર વિચાર કરી શકાય છે. અનુભવી સ્પિનર્સ સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પણ નિષ્ફળ ગયા છે.
આનાથી ન્યુઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને તક આપવાનું પણ શક્ય બને છે. પંજાબની વાત કરીએ તો, વિજયકુમાર વૈશાખ શાનદાર બોલિંગ કરી રહ્યો છે, તેણે બે મેચમાં પાંચ વિકેટ લીધી છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વધુ વિકેટ ન લેવા છતાં, ચુસ્ત બોલિંગ કરી રહ્યા છે. જોકે, ટીમ મેનેજમેન્ટ અર્શદીપ સિંહ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યું છે.
મિડલ ઓર્ડરે સારું પ્રદર્શન કરવાની જરૂર છે
કોલકાતાની બેટિંગ હાલમાં મોટી ચિંતાનો વિષય નથી લાગતી. વિકેટકીપર-બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી ઉત્તમ ફોર્મમાં છે, તેણે પાછલી બંને મેચમાં અડધી સદી ફટકારી છે. કેપ્ટન અજિંક્ય રહાણે પણ સારા ફોર્મમાં છે. ઓપનર ફિન એલને પણ બંને મેચમાં ઝડપી શરૂઆત કરી છે. કેમેરોન ગ્રીન છેલ્લી મેચમાં ફોર્મમાં હતો, પરંતુ તે રન આઉટ થયો હતો.
કોલકાતાનેના મિડલ ઓર્ડરે સારું પ્રદર્શન કરવાની જરૂર છે. રિંકુ સિંહે પહેલાની જેમ બેટિંગ કરવી પડશે. દરમિયાન, પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યર, જેણે 2024માં કોલકાતાને ત્રીજા IPL ટાઈટલ આપવ્યું હતું, તે ફોર્મમાં આવી ગયો છે. અય્યર ઈડન ગાર્ડન્સની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. કોલકાતા સામે તેનો બેટિંગ રેકોર્ડ (14 મેચમાં 481 રન) શાનદાર છે. કૂપર કોનોલી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે, તેણે બે મેચમાં 108 રન બનાવ્યા છે. વિકેટકીપર-બેટ્સમેન પ્રભસિમરન સિંહ પણ ઉત્તમ ફોર્મમાં છે. પંજાબ પાસે શશાંક સિંહ અને માર્કસ સ્ટોઈનિસ જેવા ઉત્તમ બેટ્સમેન પણ છે.
IPL 2026 માટે બંને ટીમો
કોલકાતા નાઈટ રાઈડર્સઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), ફિન એલન, તેજસ્વી દહિયા, મનીષ પાંડે, રોવમન પોવેલ, અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, સાર્થક રંજન, ટિમ સાઈફર્ટ, રાહુલ ત્રિપાઠી, દક્ષ કામરા, કેમેરોન ગ્રીન, સુનીલ નારાયણ, રચિન રવિન્દ્ર, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, વૈભવ અરોરા, સૌરભ દુબે, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની, નવદીપ સૈની, પ્રશાંત સોલંકી અને ઉમરાન મલિક.
પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્યા હરનુર સિંહ, મિચેલ ઓવેન, વિષ્ણુ વિનોદ, નેહલ વઢેરા, અઝમતુલ્લાહ ઉમરઝઈ, માર્કો યાનસન, માર્કસ સ્ટોઈનિસ, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, હરપ્રીત બરાર, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, મુશીર ખાન, પ્રવીણ દુબે, વિશાલ નિષાદ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ, પાઈલા અવિનાશ, શશાંક સિંહ.

