VIDEO: CSK vs PBKS / ચેપોકમાં બેટ્સમેનનો દબદબો રહેશે કે બોલરનો ચાલશે જાદુ? જાણો કેવી હશે પિચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન હવે ચેન્નાઈ પહોંચી ગઈ છે, જ્યાં લીગ સ્ટેજની સાતમી મેચ ચે


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સિઝન હવે ચેન્નાઈ પહોંચી ગઈ છે, જ્યાં લીગ સ્ટેજની સાતમી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. CSK માટે સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, તેને તેની શરૂઆતની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે આઠ વિકેટથી એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે ત્રણ વિકેટથી જીત મેળવીને સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. આ મેચમાં CSK પોતાનો પહેલો વિજય મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે પંજાબ કિંગ્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચવા માટે સતત બીજી જીત મેળવવાનો પ્રયાસ કરશે. આ મેચ માટે બધાની નજર પિચ પર છે.
કેવી હશે ચેપોકની પિચ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ચેપોક સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં પિચ બેટ્સમેન-ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે. T20 વર્લ્ડ કપ 2026ની પણ ઘણી મેચો અહીં રમાઈ હતી, જેમાં 200થી વધુ સ્કોર થયો હતો. ઝિમ્બાબ્વે સામે ભારતની સુપર 8 મેચમાં પહેલી ઈનિંગમાં 256 રન બન્યા હતા. આ મેચમાં પિચ બેટિંગ-ફ્રેન્ડલી રહેવાની અપેક્ષા છે, જેના કારણે ટોસ મહત્ત્વપૂર્ણ બની ગયો છે. બીજી ઈનિંગ દરમિયાન ઝાકળ પડવાની પણ અપેક્ષા છે, તેથી ટોસ જીતનાર ટીમ ઝાકળનો લાભ લેવા માટે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
અહીં અત્યાર સુધી કુલ 91 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરતી ટીમે 51 મેચમાં જીત મેળવી છે, જ્યારે ચેઝ કરતી ટીમે 40 મેચમાં જીત મેળવી છે. પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 160થી 165 રન સુધીનો રહ્યો છે. ગઈ સિઝનમાં ચેપોકની પિચ ઘણી ધીમી હતી, જેના કારણે ટાર્ગેટ ચેઝ કરવો મુશ્કેલ બન્યો હતો. જોકે, ચેન્નાઈની પિચને હવે બદલાવવામાં આવી છે અને તે બેટિંગ માટે ઘણી સારી બની ગઈ છે.
પંજાબ કિંગ્સનો ચેપોકમાં રેકોર્ડ સારો છે
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK સામે પંજાબ કિંગ્સનો IPLલ રેકોર્ડ અત્યાર સુધી ખૂબ સારો રહ્યો છે. આ મેદાન પર પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 9 મેચ રમી છે, જેમાંથી 5 મેચમાં જીત મેળવી છે, જ્યારે CSK ફક્ત4 મેચમાં જ જીતી શક્યું છે. પંજાબ કિંગ્સે આ મેદાન પર CSK સામે રમાયેલી છેલ્લી ત્રણ મેચ જીતી છે.






