Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Heated Altercation Between LSG and DC Player

VIDEO: IPL 2026માં 'ડ્રામા', મેદાન પર DC અને LSGના ખેલાડી વચ્ચે થઈ બોલાચાલી

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026ની પાંચમી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. 1 એપ્રિલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે 6 વિકેટથી મેચ જીતી મેળવી હતી. આ મેચની એક ક્ષણ વાયરલ થઈ રહી છે, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સના પ્રિન્સ યાદવ અને દિલ્હી કેપિટલ્સના ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે બોલાચાલી થતી જોવા મળી રહી છે. આ ડ્રામાનો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

App Store

પ્રિન્સ અને સ્ટબ્સ વચ્ચે બોલાચાલી

એકાના સ્ટેડિયમમાં DC અને LSG મેચ ખૂબ મનોરંજક સાબિત થઈ. બીજી ઈનિંગની પાંચમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સ બેટિંગ કરી રહ્યો હતો અને LSG કેપ્ટન રીષભ પંતે બોલ પ્રિન્સ યાદવને આપ્યો. ઓવરનો પાંચમો બોલ ફેંક્યા પછી, પ્રિન્સ ટ્રિસ્ટનને ઘુરવા લાગ્યો. સાઉથ આફ્રિકાનો બેટ્સમેન પણ પાછળ ન હટ્યો. આ દરમિયાન ટ્રિસ્ટન કઈંક બોલ્યો અને પ્રિન્સે પણ તેનેજવાબ આપ્યો. જોકે આ બોલાચાલી લાંબી ન ચાલી અને બંને તરત જ શાંત થઈ ગયા.

દિલ્હી કેપિટલ્સે મેચ 6 વિકેટથી જીતી લીધી

લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં LSGની પહેલા બેટિંગ કરવા ઉતરી હતી, પરંતુ DCના બોલર્સ સામે કંઈ ન કરી શકી. મિચેલ માર્શે 28 બોલમાં 35 રન બનાવ્યા હતા અને અબ્દુલ સમદે 25 બોલમાં 36 રન બનાવ્યા હતા. LSG 18.4 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.

જવાબમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. કેએલ રાહુલ પહેલા જ બોલ પર ઝીરો પર આઉટ થઈ ગયો અને પથુમ નિસન્કા 1 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો હતો. DCએ પાંચ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઈમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 47 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા. તેને ટ્રિસ્ટન સ્ટબ્સનો સાથ મળ્યો હતો, જેણે 32 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેમના પ્રદર્શનથી દિલ્હી કેપિટલ્સે લખનૌ સામે માત્ર 17.1 ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.