Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026: Big twist in the playoff race, now the fight is for the fourth and last spot

IPL 2026: પ્લેઓફની રેસમાં મોટો વળાંક, હવે લડાઈ ચોથા અને છેલ્લા સ્થાન માટેની

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
IPL 2026: પ્લેઓફની રેસમાં મોટો વળાંક, હવે લડાઈ ચોથા અને છેલ્લા સ્થાન માટેની
સોર્સ : gstv

IPL 2026 ની છેલ્લી લીગ મેચો હવે રમાઈ રહી છે ત્યારે પ્લેઓફની રેસ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. RCB, GT અને SRH ઓલરેડી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે તથા મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને લખનૌ (LSG) પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યા છે, તેથી હવે લડાઈ ચોથા અને છેલ્લા સ્થાન માટે છે, જેમાં RR vs MI (રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ) મેચ માત્ર રાજસ્થાન માટે જ નહીં, પણ CSK, KKR, PBKS અને DC માટે પણ નિર્ણાયક સાબિત થવાની છે. ચાલો જાણીએ કે આગામી દિવસોમાં કોની વચ્ચે મેચ છે, અને કઈ ટીમની હાર-જીતથી કોને ફાયદો કે નુકસાન થશે. 

App Store

આગામી મહત્ત્વની મેચોનું શેડ્યૂલ

20 મે: KKR vs MI

21 મે: GT vs CSK

22 મે: SRH vs RCB

23 મે: LSG vs PBKS

24 મે (બપોરે): MI vs RR

24 મે (સાંજે): KKR vs DC

વર્તમાન પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ (ચોથા સ્થાનની રેસ)

રાજસ્થાન રોયલ્સ (RR): 13 મેચમાં 14 પોઈન્ટ્સ (NRR: +0.083)

પંજાબ કિંગ્સ (PBKS): 13 મેચમાં 13 પોઈન્ટ્સ (NRR: +0.227)

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): 13 મેચમાં 12 પોઈન્ટ્સ (NRR: -0.016)

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): 12 મેચમાં 11 પોઈન્ટ્સ (NRR: -0.038)

દિલ્હી કેપિટલ્સ (DC): 13 મેચમાં 12 પોઈન્ટ્સ (-0.871)

RR vs MI મેચ કઈ રીતે નક્કી કરશે અન્ય ટીમોનું ભવિષ્ય?

ચોથા સ્થાન માટે અત્યારે રાજસ્થાન રોયલ્સ (RR) પાસે પ્લેઓફમાં ક્વોલિફાય થવાની શાનદાર તક છે. 24 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી MI vs RR મેચ આખી ટૂર્નામેન્ટનું ચિત્ર સ્પષ્ટ કરશે. સંભાવનાઓ પર એક નજર નાંખીએ.

1. જો રાજસ્થાન રોયલ્સ (RR) મુંબઈ સામે જીતી જાય તો:

રાજસ્થાન 16 પોઈન્ટ્સ સાથે સીધું ક્વોલિફાય કરી લેશે અને ચોથા નંબરની ટીમ તરીકે પ્લેઓફની ટિકિટ કન્ફર્મ કરી લેશે.

અન્ય ટીમોની આશા ખતમ: જો RR જીતે, તો ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી ટીમોની પ્લેઓફની તમામ આશાઓ પર પાણી ફરી વળશે અને તેઓ સત્તાવાર રીતે બહાર થઈ જશે.

2. જો રાજસ્થાન રોયલ્સ (RR) મેચ હારી જાય તો:

જો મુંબઈ (જે ઓલરેડી બહાર થઈ ગઈ છે) રાજસ્થાનને હરાવી દે, તો રાજસ્થાન 14 પોઈન્ટ્સ પર જ અટકી જશે. આ સ્થિતિમાં નેટ રન રેટ (NRR) ની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બની જશે અને બાકીની ટીમો માટે સંજીવની મળશે:

પંજાબ (PBKS) અને KKRનો ફાયદો: પંજાબ જો પોતાની છેલ્લી મેચ જીતે તો 15 પોઈન્ટ્સ પર પહોંચી શકે છે. KKR પાસે હજુ 2 મેચ બાકી છે, જો તેઓ બંને મેચ જીતે તો 15 પોઈન્ટ્સ મેળવીને રાજસ્થાનને પાછળ છોડી શકે છે.

CSKનો ફાયદો: CSK એ પોતાની છેલ્લી મેચ ગુજરાત ટાઇટન્સ (GT) સામે જીતવી પડશે. એમ થાય તો તેના અને RR બંનેના 14 પોઈન્ટ્સ થાય, અને છેવટે વધુ રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે. 

બાકીની ટીમો માટે પ્લેઓફનું આદર્શ સમીકરણ

રાજસ્થાન રોયલ્સ (RR)એ શું કરવું પડશે?

બસ મુંબઈને હરાવવું પડશે. જો મેચ હારે તો અન્ય ટીમોના રન રેટ અને હાર પર નિર્ભર રહેવું પડશે.

પંજાબ કિંગ્સ (PBKS)એ શું કરવું પડશે?

LSG સામે જીતવું ફરજિયાત છે. એમ થાય તો એના 15 પોઈન્ટ્સ થશે. સાથે જ એણે પ્રાર્થના કરવી પડશે કે KKR પોતાની એક મેચ હારે અને RR પણ પોતાની છેલ્લી મેચ મુંબઈ સામે હારી જાય.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ શું કરવું પડશે?

બાકી રહેલી બંને મેચો (MI અને DC સામે) જીતવી જ પડશે, જેથી 15 પોઈન્ટ્સ સાથે તેઓ પ્લેઓફમાં સીધા ક્વોલિફાય થઈ શકે.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ શું કરવું પડશે?

ગુજરાત ટાઇટન્સ (GT) ને હરાવવું જ પડશે. સાથે જ આશા રાખવી પડશે કે રાજસ્થાન પોતાની મેચ હારી જાય, જેથી 14 પોઈન્ટ્સ પર ટાઈ થાય અને રન રેટના આધારે CSK આગળ નીકળી શકે.

દિલ્હી કેપિટલ્સ (DC)એ શું કરવું પડશે?

દિલ્હી કેપિટલ્સ પણ ટેકનિકલ રીતે હજુ રેસમાં છે. એણે પ્લેઓફમાં પહોંચવા માટે KKR સામેની પોતાની છેલ્લી મેચ ખૂબ જ મોટા માર્જિનથી જીતવી પડશે, જેથી એનો નેટ રન રેટ (NRR) સુધરીને બાકીની તમામ દાવેદારો કરતાં વધુ થઈ જાય. એ આગળ વધી શકે એ માટે એ પણ જરૂરી છે કે કોઈ ટીમ 15 પોઇન્ટ સુધી ન પહોંચી શકે.

ચોથા સ્થાનની ચાવી રાજસ્થાનના હાથમાં

ચોથા સ્થાનની ચાવી અત્યારે સંપૂર્ણપણે રાજસ્થાન રોયલ્સના હાથમાં છે. જો રાજસ્થાન મુંબઈ સામે જીત્યું તો વાર્તા પૂરી, પણ જો રાજસ્થાન હાર્યું તો કોલકાતા, પંજાબ, ચેન્નાઈ અને દિલ્હી વચ્ચે રન-રેટનું મોટું મહાયુદ્ધ જોવા મળશે!