મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

RCB vs SRH / એક જ મેચમાં લાગ્યા 549 રન, ચોગ્ગા અને છગ્ગાનો થયો વરસાદ, બંને ટીમે તોડ્યા અનેક રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદે હજુ થોડા દિવસો પહેલા જ આ IPLમાં જ મુંબઈ સામે 3 વિકેટે 277 રન ફટકાર્યા હતા. જે IPLના ઈતિહાસનો સર્વોચ

RCB vs SRH / એક જ મેચમાં લાગ્યા 549 રન, ચોગ્ગા અને છગ્ગાનો થયો વરસાદ, બંને ટીમે તોડ્યા અનેક રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદે હજુ થોડા દિવસો પહેલા જ આ IPLમાં જ મુંબઈ સામે 3 વિકેટે 277 રન ફટકાર્યા હતા. જે IPLના ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. હવે હૈદરાબાદે જ તે રેકોર્ડ તોડતા બેંગ્લોર સામે 20 ઓવરોમાં 3 વિકેટે 287 રન ઝૂડયા હતા. આ ઈનિંગમાં કુલ 22 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. જે પણ ઈનિંગમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે.

હેડે 248.78ની સ્ટ્રાઈક રેટ સાથે 41 બોલમાં 9 ચોગ્ગા, 8 છગ્ગા સાથે 102, કલાસેને 31 બોલમાં 216.12ની સ્ટ્રાઈક રેટ સાથે 2 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 67 અને શમાદે 370ના સ્ટ્રાઇક રેટ સાથે 10 બોલમાં અણનમ 37 રન 4 ચોગ્ગા, 3 છગ્ગા સાથે નોંધાવ્યા હતા. અભિષેક શર્માએ 2 અને માર્કરામે પણ 2  છગ્ગા ફટકાર્યા હતા. આખરી પાંચ ઓવરોમાં હૈદરાબાદે 82 રન ઝૂડયા હતા. હૈદરાબાદે IPLમાં પોતાનો રેકોર્ડ તોડયો છે.

https://twitter.com/IPL/status/1779899455417823500

હૈદરાબાદે બેંગ્લોરને તે પછી પરાજય આપ્યો હતો. પરંતુ બેંગ્લોરે પણ સારી લડત આપી હતી. બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 262 રન માર્યા હતા. બેંગ્લોર માટે દિનેશ કાર્તિકે 237.14ની સ્ટ્રાઈક રેટ સાથે 35 બોલમાં 83 રન માર્યા હતા. જેમાં તેણે 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે 221.43ની સ્ટ્રાઈક રેટ સાથે 28 બોલમાં 62 રન માર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 210ની સ્ટ્રાઈક રેટ સાથે 20 બોલમાં 42 રન કર્યા હતા.

આ સાથે IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ મેચમાં 549 રન બનાવ્યા હોય. આ પહેલા IPLની આ જ સિઝનમાં 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં 523 રનનો સ્કોર થયો હતો. તે મેચમાં હૈદરાબાદે 3 વિકેટે 277નો સ્કોર બનાવ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ચેઝ કરતી વખતે 5 વિકેટે માત્ર 246 ​​રન બનાવી શકી હતી.

https://twitter.com/IPL/status/1779934015232889207

ઈન્ટરનેશનલ T20 મેચની વાત કરીએ તો 26 માર્ચ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાંમાં કુલ 517 રન હતા. તે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટે 258 રન બનાવ્યા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 7 બોલ બાકી રહેતા 259 રનનો સ્કોર પૂરો કર્યો હતો અને 6 વિકેટે જીત મેળવી હતી.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 15 એપ્રિલે રમાયેલી મેચમાં પેટ કમિન્સની ટીમે 25 રને જીતી મેળવી હતી. આ જીત સાથે, SRH 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે ચોથા સ્થાને છે, જ્યારે RCB 7 મેચમાં 1 જીત સાથે સૌથી છેલ્લી ટીમ છે. આવો હવે અમે તમને જણાવીએ કે, આ મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા.

4 બોલરોએ આ શરમજનક રેકોર્ડ બનાવ્યો

આ મેચમાં RCBના 4 બોલરોએ શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ચાર બોલર હતા વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ. આ ચારેય બોલરોએ 50થી વધુ રન આપ્યા હતા. આ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. વાસ્તવમાં, IPL અને ઓવરઓલ T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે, જ્યારે એક જ ટીમના 4 બોલરોએ એક મેચમાં 50થી વધુ રન આપ્યા હોય.

મેચમાં ચારેય બોલરોનું પ્રદર્શન

  • ટોપલે – 68 રન આપ્યા – 1 વિકેટ લીધી
  • વૈશાક – 64 રન આપ્યા હતા
  • ફર્ગ્યુસન – 52 રન આપ્યા – 2 વિકેટ લીધી
  • દયાલ – 51 રન આપ્યા હતા

ટ્રેવિસ હેડે IPLની ચોથી ઝડપી સદી ફટકારી હતી

ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે 15 એપ્રિલના રોજ એટલી શાનદાર સદી ફટકારી હતી. ઓપનર ટ્રેવિસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાનદાર બેટિંગ કરી અને 39 બોલમાં સદી ફટકારીહતી. આ રીતે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતા બચ્યો હતો. IPLમાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે.

https://twitter.com/IPL/status/1779887772632813729

આરસીબી તરફથી રમતી વખતે ગેઈલે 30 બોલમાં સદી ફટકારી હતી. તેણે 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ સામે આ ઈનિંગ રમી હતી. આ પછી આ યાદીમાં બીજું નામ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણનું છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુસુફ પઠાણે 37 બોલમાં સદી ફટકારી હતી. તેણે 13 માર્ચ 2010ના રોજ બ્રેબોર્નમાં મુંબઈ સામે 100 રનની આ ઈનિંગ રમી હતી. આ પછી ડેવિડ મિલર છે, જેણે પંજાબ કિંગ્સ તરફથી રમતા 38 બોલમાં સદી ફટકારી હતી.

મિલરે 6 મે 2013ના રોજ મોહાલીમાં આરસીબી સામે 101 રનની ઈનિંગ રમી હતી. આ રીતે ટ્રેવિસ હેડ હવે IPLમાં 39 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો ખેલાડી બની ગયો છે.

આઈપીએલમાં સૌથી ઝડપી સદી

  • 30 બોલ – ક્રિસ ગેલ vs પુણે વોરિયર્સ, બેંગલુરુ 2013
  • 37 બોલ – યુસુફ પઠાણ vs મુંબઈ, બ્રેબોર્ન 2010
  • 38 બોલ – ડેવિડ મિલર vs આરસીબી, મોહાલી 2013
  • 39 બોલ – ટ્રેવિસ હેડ vs આરસીબી, બેંગલુરુ 2024
  • 42 બોલ – એડમ ગિલક્રિસ્ટ vs મુંબઈ, ડીવાય પાટીલ 2008

T20 ક્રિકેટ ઈતિહાસમાં ટોચના 5 સૌથી મોટા સ્કોર

  • 314/3 – નેપાળ Vs મંગોલિયા – હાંગઝોઉ 2023
  • 287/3 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – બેંગલુરુ 2024
  • 278/3 – અફઘાનિસ્તાન vs આયર્લેન્ડ – દેહરાદૂન 2019
  • 278/4 – ચેક રિપબ્લિક vs તુર્કી – ઇલ્ફોવ કાઉન્ટી 2019
  • 277/3 – સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ – હૈદરાબાદ 2024

T20 મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી

  • 81 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 2024 (43 ચોગ્ગા+38 છગ્ગા)
  • 81 – વેસ્ટ ઈન્ડિઝ vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023 (46 ચોગ્ગા+ 35 છગ્ગા)
  • 78 મુલ્તાન સુલતાન vs ક્વેટા ગ્લેડીયેટર્સ, રાવલપિંડી 2023 (45 ચોગ્ગા + 33 છગ્ગા)

T20 મેચમાં સૌથી વધુ સ્કોર

  • 549 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગલુરુ 2024
  • 523 – સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024
  • 517 – વેસ્ટ ઈન્ડિઝ vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023
  • 515 – મુલ્તાન સુલતાન vs ક્વેટા ગ્લેડીયેટર્સ, રાવલપિંડી 2023

T20 મેચમાં સૌથી વધુ છગ્ગા

  • 38 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, બેંગલુરુ 2024
  • 38 – સનરાઈઝર્સ હૈદરાબાદ vs મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ 2024
  • 37 – બલ્ખ લિજેન્ડ્સ vs કાબુલ ઝવાન, શારજાહ 2018
  • 37 – જમૈકા તલ્લાવાહ vs સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિયોટ્સ બેસેટેરે 2019

આ સમાચાર શેર કરો