મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL2024: પ્લેઓફની રેસમાંથી આ બે ટીમ થઇ લગભગ બહાર, આ 8 ટીમ વચ્ચે ટોપ-4 માટે જામશે જંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમાઇ રહેલા મુકાબલામાં પોઇન્ટ ટેબલમાં દરરોજ બદલાવ થઇ રહ્યો છે. ટોપ-4માં પહોંચવા માટે દરેક ટ

IPL2024: પ્લેઓફની રેસમાંથી આ બે ટીમ થઇ લગભગ બહાર, આ 8 ટીમ વચ્ચે ટોપ-4 માટે જામશે જંગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમાઇ રહેલા મુકાબલામાં પોઇન્ટ ટેબલમાં દરરોજ બદલાવ થઇ રહ્યો છે. ટોપ-4માં પહોંચવા માટે દરેક ટીમ એક બીજા પર ભારે પડી રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને હરાવીને પોઇન્ટ ટેબલમાં ટોપ-2 પર પહોંચી ગયું છે. આ હાર બાદ વિરાટ કોહલીની ટીમ RCBની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા ઓછી થઇ ગઇ છે. અન્ય એક ટીમ છે જેના પણ પ્લે ઓફની રેસમાંથી બહાર થવાનું લગભગ પાક્કુ બની ગયું છે.

કોલકાતા નાઇટ રાઇડર્સે બેંગલુરૂને હરાવ્યું

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના પ્લે ઓફની રેસમાં રહેવાની આશાને ઝટકો લાગ્યો છે. ટૂર્નામેન્ટ અડધી સમાપ્ત થઇ ગઇ છે. રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ બીજા નંબર પર છે. રેકોર્ડ તોડ પ્રદર્શન કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા નંબર પર છે. મહેન્દ્રસિંહ ધોનીની વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિગ્સ પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે. 5માં નંબર પર લખનૌ સુપરજાયન્ટ્સ છે.

આ બે ટીમનું પ્લે ઓફની રેસમાંથી બહાર થવું લગભગ નક્કી

IPL 2024માં અત્યાર સુધી 8-8 મેચ રમ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સના ખાતામાં જે જીત છે તેના હિસાબથી તે પ્લે ઓફમાં ભાગ્યે જ પહોંચી શકે છે. પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે RCBએ માત્ર એક મેચ જીતી છે અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબની ટીમ પાસે 2 જીત છે અને 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બાકી રહેલી તમામ મેચ RCB જીતે તો તે વધુમાં વધુ 14 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. પંજાબ બાકી રહેલી તમામ મેચ જીતે તો 16 પોઇન્ટ સુધી પહોંચી શકશે, જેમાં એક મેચ બન્ને ટીમોએ એક બીજા સામે રમવાની છે તો કોઇ એકને તો હારનો સામનો કરવો પડી શકે છે.

આ 8 ટીમ પ્લે ઓફની રેસમાં

પ્લે ઓફની રેસની વાત કરવામાં આવે તો ટોપ ચાર ટીમમાં રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઇ સુપરકિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપરજાયન્ટ્સની દાવેદારી મજબૂત છે. સંજુ સેમસનની ટીમ 12 પોઇન્ટ સાથે સૌથી ઉપર છે અને તેને માત્ર 2 મેચ જીત્યા બાદ પ્લે ઓફમાં જગ્યા મળી જશે. કોલકાતા પાસે 10 પોઇન્ટ છે અને 3 મેચ જીતીને તે પ્લે ઓફમાં પહોંચી શકે છે. સનરાઇઝર્સ હૈદરાબાદના પણ KKRની જેમ 10 પોઇન્ટ છે તે પણ ત્રણ મેચ જીતીને પ્લે ઓફમાં પોતાની જગ્યા પાક્કી કરી શકે છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સના 7 મેચમાં 5 મેચમાં જીત સાથે 10-10 પોઇન્ટ છે. 4 મેચ જીતીને તે 16 પોઇન્ટ સુધી પહોંચી શકે છે.

ગુજરાતની ટીમે 8 મેચ જીતીને 4 મેચમાં જીત મેળવી છે અને આગામી 6 મેચમાંથી તેને ઓછામાં ઓછી 4 મેચમાં જીત જરૂરી હશે. મુંબઇ ઇન્ડિયન્સે પણ 7 મેચ રમી છે અને ત્રણ મેચમાં જીત મેળવી છે. દિલ્હીના ખાતામાં 8 મેચ બાદ આટલી જ જીત છે. આ બન્ને પાસે પણ આગળ મેચ જીતીને પ્લે ઓફમાં જગ્યા બનાવવાની પુરે પુરી તક છે.

આ સમાચાર શેર કરો