Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Injustice done to Mohammed Shami again? Former cricketer's strange statement about the World Cup star is in the news

મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે પૂર્વ ક્રિકેટરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે પૂર્વ ક્રિકેટરનું  વિચિત્ર નિવેદન ચર્ચામાં
સોર્સ : gstv

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ફેન્સ અને સ્થાનિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શનને જોનારાઓ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની આગામી એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સિરીઝ માટે શમીની પસંદગી કરવામાં આવી નથી. આ અંગે ચીફ સિલેક્ટર અજીત અગરકરે આપેલા નિવેદનથી નવો વિવાદ શરૂ થયો છે.

App Store

ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન છતાં અવગણના

અફઘાનિસ્તાન સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ અને ત્રણ મેચની વનડે સિરીઝ માટે જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે તેમાં મોહમ્મદ શમીનું નામ ગાયબ હતું. આ નિર્ણયે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે શમીએ વર્ષ 2025-26 ની સ્થાનિક સીઝનમાં ત્રણેય ફોર્મેટમાં ઘાતક બોલિંગ કરી હતી. શમીએ આ સીઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ 67 વિકેટ ઝડપી હતી, જેના આંકડા નીચે મુજબ છે:

રણજી ટ્રોફી: 7 મેચમાં 37 વિકેટ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (T20): 7 મેચમાં 16 વિકેટ

વિજય હઝારે ટ્રોફી (વનડે): 7 મેચમાં 15 વિકેટ

ચીફ સિલેક્ટર અજીત અગરકરનું અજીબ નિવેદન

ટીમની જાહેરાત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે શમીને બહાર રાખવા પાછળનું એક ચોંકાવનારું કારણ આપ્યું હતું. અગરકરે જણાવ્યું કે, "ટેસ્ટ ટીમમાં શમીના સિલેક્શનને લઈને કોઈ ચર્ચા થઈ નથી. મેડિકલ ટીમ તરફથી અમને જે રિપોર્ટ મળ્યો છે તે મુજબ, હાલ તેમનું શરીર માત્ર T20 ક્રિકેટ રમવાની જ પરવાનગી આપે છે. અમને ખબર છે કે તેઓ આ વર્ષે સ્થાનિક ક્રિકેટ રમ્યા છે, પરંતુ લાંબા ફોર્મેટ (ટેસ્ટ અને વનડે) માટે તેઓ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી."

લાંબા સમયથી ટીમની બહાર છે શમી

મોહમ્મદ શમી લાંબા સમયથી ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેણે ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ જૂન 2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલમાં રમી હતી. ત્યારબાદ ઈજાના કારણે તે લાંબો સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. અગાઉ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ફિટનેસના કારણે તેની પસંદગી થઈ નહોતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિલેક્ટર્સ તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં રાખવા માંગતા હતા, પરંતુ સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે શમીએ પોતે ઉપલબ્ધતા દર્શાવી ન હતી.

જો કે, શમી 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ફરી બહાર થઈ ગયો છે. હાલમાં શમી આઈપીએલ 2026 (IPL 2026) માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, જ્યાં તેણે 12 મેચમાં 10 વિકેટ ઝડપી છે. પરંતુ ટેસ્ટ અને વનડે ટીમમાંથી તેને બહાર રાખવાના સિલેક્ટર્સના આ નિર્ણયે ક્રિકેટ ચાહકોમાં નારાજગી જગાવી છે.

ટોપિક્સ:gstv newsshami newsSPORTS NEWS