મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટી-20 ક્રિકેટમાં બન્યો વર્લ્ડરેકોર્ડ : ઈન્ડોનેશિયાની બોલરે એક પણ રન આપ્યા વગર 7 વિકેટ ઝડપી

ક્રિકેટમાં રોજ એક રેકોર્ડ તુટે છે અને નવો રેકોર્ડ બને છે. આમાંથી કેટલાક રેકોર્ડ એવા બને છે કે તેની ભવિષ્યમાં તુ

ટી-20 ક્રિકેટમાં બન્યો વર્લ્ડરેકોર્ડ : ઈન્ડોનેશિયાની બોલરે એક પણ રન આપ્યા વગર 7 વિકેટ ઝડપી

ક્રિકેટમાં રોજ એક રેકોર્ડ તુટે છે અને નવો રેકોર્ડ બને છે. આમાંથી કેટલાક રેકોર્ડ એવા બને છે કે તેની ભવિષ્યમાં તુટવાની સંભાવના ઓછી હોય છે. ત્યારે આવો જ એક રેકોર્ડ ક્રિકેટમાં બન્યો છે અને એ પણ મહિલા ક્રિકેટર દ્વારા બનાવવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયા અને મંગોલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી 6 મેચોની T20 સીરિઝની પાંચમી મેચમાં ઈન્ડોનેશિયાની ખેલાડીએ એક પણ રન આપ્યા વગર જ 7 વિકેટ ઝડપી હતી.

રોહમાલિયાએ મંગોલિયા સામે રચ્યો ઈતિહાસ

મંગોલિયા મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઈન્ડોનેશિયાના પ્રવાસ પર છે, જ્યાં બંને ટીમો વચ્ચે 6 મેચની T20 આંતરરાષ્ટ્રીય સીરિઝ રમાઈ હતી. આ સિરીઝની પાંચમી મેચમાં ઈન્ડોનેશિયાની ટીમ તરફથી રમતા ઓફ સ્પિનર ​​રોહમાલિયાએ 3.2 ઓવર નાખીને એક પણ રન આપ્યા વગર જ 7 વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઇન્ડોનેશિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા જ્યારે મંગોલિયન ટીમ 16.2 ઓવરમાં માત્ર 24 રન પર જ સિમિત રહી હતી.

ફ્રેડરિક ઓવરડિજકનો રેકોર્ડ તોડ્યો 

આ સાથે જ રોહમાલિયાએ નેધરલેન્ડની ખેલાડી ફ્રેડરિક ઓવરડિજકનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2021ના ICC T-20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં ફ્રાન્સ ટીમ સામેની મેચમાં 4 ઓવરમાં ફક્ત ત્રણ રન આપીને 7 વિકેટ ઝડપી હતી. નોંધનીય છે કે રોહમાલિયા મહિલા T20 ઇન્ટરનેશનલમાં 7 વિકેટ ઝડપનાર ત્રીજી ખેલાડી બની છે. અગાઉ નેધરલેન્ડની ફ્રેડરિક ઓવરડિજક અને અર્જેન્ટિનાની ખેલાડી એલિસન સ્ટોક્સે આ સિદ્ધિ મેળવી હતી.

આ સમાચાર શેર કરો