મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Paris Paralympic 2024ના પહેલા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ, આજે એક્શનમાં જોવા મળશે શીતલ દેવી અને અરુણા તંવર

28 ઓગસ્ટે પેરિસ પેરાલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની પછી, ભારતીય પેરા એથ્લેટ્સ પ્રથમ દિવસે એક્શનમાં જોવા મળ

Paris Paralympic 2024ના પહેલા દિવસે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ, આજે એક્શનમાં જોવા મળશે શીતલ દેવી અને અરુણા તંવર

28 ઓગસ્ટે પેરિસ પેરાલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની પછી, ભારતીય પેરા એથ્લેટ્સ પ્રથમ દિવસે એક્શનમાં જોવા મળશે. તાજેતરમાં પૂરા થયેલા ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા, જ્યારે તમામ ભારતીય ફેન્સ પેરાલિમ્પિકમાં વધુ મેડલ જીતવાની આશા રાખે છે. પ્રથમ દિવસની એક્શનની વાત કરીએ તો સરિતા અને શીતલ દેવી મહિલા કમ્પાઉન્ડ ઓપન કેટેગરીમાં રમશે. જ્યારે બેડમિન્ટનમાં કૃષ્ણ નાગર SH6 કેટેગરીમાં ભાગ લેશે. આ સિવાય હરવિંદર સિંહ મેન્સ રિકર્વ રેન્કિંગ રાઉન્ડમાં એક્શનમાં જોવા મળશે. આ વખતે, પેરા એથ્લેટ્સની સૌથી મોટી ટુકડી ભારતમાંથી પેરાલિમ્પિકમાં ગઈ છે.

ટોક્યોમાં રેકોર્ડ 19 મેડલ જીત્યા

ટોક્યોમાં યોજાયેલી છેલ્લી પેરાલિમ્પિક ગેમ્સમાં, ભારતે 5 ગોલ્ડ મેડલ સહિત કુલ 19 મેડલ જીત્યા હતા. હવે પેરિસમાં આ સંખ્યા કરતાં વધુ મેડલ જીતવાની અપેક્ષા છે. પેરા તાઈકવાન્ડો ઈવેન્ટમાં, ભારતની અરુણા તંવરનો મુકાબલો વિમેન્સ K44-47 કિગ્રા રાઉન્ડ ઓફ 16માં તુર્કીની નુરસિહાન ઈકિન્સી સામે થશે. દિવસના અંતે, પેરા બેડમિન્ટન ખેલાડીઓ પલક કોહલી અને સુહાસ યથિરાજનો મુકાબલો ફ્રાન્સના લુકાસ મઝુર-ફોસ્ટિન નોએલ સાથે મિક્સ્ડ ડબલ્સ ગ્રુપ-સ્ટેજ મેચમાં થશે.

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના પ્રથમ દિવસનું શેડ્યૂલ

પેરા બેડમિન્ટન

  • મિક્સ ડબલ ગ્રુપ સ્ટેજ - બપોરે 12:00 કલાકે.
  • મેન્સ સિંગલ ગ્રુપ સ્ટેજ - બપોરે 12:00 કલાકે.
  • વિમેન્સ સિંગલ્સ ગ્રુપ સ્ટેજ - બપોરે 12:00 કલાકે..

સ્વિમિંગ 

  • મેન્સ 50મી ફ્રીસ્ટાઇલ S10 - બપોરે 1:00 કલાકે.

પેરા ટેબલ ટેનિસ

  • વિમેન્સ ડબલ્સ - બપોરે 1:30 કલાકે.
  • મેન્સ ડબલ્સ - બપોરે 1:30 કલાકે.
  • મિક્સ ડબલ્સ - બપોરે 1:30 કલાકે.

તાઈકવોન્ડો 

  • વિમેન્સ K44-47 કિગ્રા - બપોરે 1:30 કલાકે.

શૂટિંગ માટે

  • વિમેન્સ 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ SH1 પ્રી-ઈવેન્ટ ટ્રેનિંગ - બપોરે 2:30 કલાકે.
  • મિક્સ્ડ ટીમ 10m એર રાઈફલ સ્ટેન્ડિંગ SH2 પ્રી-ઈવેન્ટ ટ્રેનિંગ - સાંજે 4:00 કલાકે.
  • મેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1 પ્રી-ઈવેન્ટ ટ્રેનીંગ - સાંજે 5:45 કલાકે.

પેરા સાઈકલિંગ

  • વિમેન્સ C1-3 3000m વ્યક્તિગત પર્સ્યુટ ક્વોલિફાઈંગ - સાંજે 4:25 કલાકે.

પેરા તીરંદાજી

  • વિમેન્સ વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન રેન્કિંગ રાઉન્ડ - સાંજે 4:30 કલાકે.
  • મેન્સ વ્યક્તિગત રિકર્વ ઓપન રેન્કિંગ રાઉન્ડ - સાંજે 4:30 કલાકે.
  • મેન્સ વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન રેન્કિંગ રાઉન્ડ - રાત્રે 8:30 કલાકે.
  • વિમેન્સ વ્યક્તિગત રિકર્વ ઓપન રેન્કિંગ રાઉન્ડ - રાત્રે 8:30 કલાકે.

આ સમાચાર શેર કરો