U19 Women T20 WC / સેમીફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, 43 બોલમાં જ બાંગ્લાદેશને હરાવ્યું
મહિલા અંડર-19 T૨૦ વર્લ્ડ કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્

મહિલા અંડર-19 T૨૦ વર્લ્ડ કપ 2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સુપર સિક્સની પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું છે. આ મેચ જીતીને, ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને ટાઈટલ જીતવા તરફ એક પગલું ભર્યું છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમઈન્ડિયાની બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું.
આ પણ વાંચો: IND vs ENG 2nd T20I: ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત, ઈંગ્લેન્ડનો પરાજય
બાંગ્લાદેશની ખરાબ બેટિંગ
ભારતીય મહિલા ટીમની કેપ્ટન નિક્કી પ્રસાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે યોગ્ય સાબિત થયો. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં ફક્ત 64 રન જ બનાવી શકી. ટીમ તરફથી ફક્ત જન્નાતુલ મૌઆ (14 રન) અને સુમૈયા અખ્તર (21 રન) જ બે આંકડાનો સ્કોર કરી શકી. આ બે સિવાય, બાકીની બેટ્સમેન ક્રીઝ પર ન ટકી શકી. ભારત તરફથી વૈષ્ણવી શર્મા સૌથી સફળ બોલર રહી, તેણે ચાર ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી.
ગોંગડી ત્રિશાએ 40 રનની ઈનિંગ રમી
નાના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી નહતી. જ્યારે કમલિની ફક્ત 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી, ગોંગડી ત્રિશાએ શાનદાર બેટિંગ કરી અને 40 રન બનાવીને ટીમને જીત અપાવી. સાનિકા ચલકેએ 11 રનનું યોગદાન આપ્યું. ભારતે ફક્ત 43 બોલ એટલે કે 7.1 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી
ભારતે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને પણ હરાવ્યા હતા. હવે આ બંને ટીમો સુપર સિક્સમાં પણ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ સુપર સિક્સમાં બાંગ્લાદેશ સામેની પોતાની પહેલી મેચ જીતી લીધી છે. જ્યારે તેનો બીજો મુકાબલો 28 જાન્યુઆરીએ સ્કોટલેન્ડની મહિલા ટીમ સામે થશે. સુપર સિક્સના ગ્રુપ 1માં ત્રણ મેચોમાં ભારતના 6 પોઈન્ટ છે અને તેની રન રેટ પ્લસ 6.009 છે.






