મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: સેમી ફાઈનલ પહેલા બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા ભારતીય ક્રિકેટરો, Hardik-Mahikaનો Video સોશિયલ મિડિયા પર વાયરલ

5 માર્ચની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખાસ રહેવાની છે. આ

તસવીર: GSTV

5 માર્ચની સાંજ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખાસ રહેવાની છે. આ સાંજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મેન્સ વર્લ્ડ કપ T20 ની સેમી ફાઈનલ મેચ રમાવાની છે. ભારતીય ક્રિકેટરો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના આશીર્વાદ લઈને આ મેચની તૈયારી કરી રહ્યા છે. ક્રિકેટર ઈશાન કિશન, અભિષેક શર્મા અને અક્ષર પટેલને મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અહીં પહોંચ્યો હતો.

હાર્દિક-માહિકાનો રોમેન્ટિક અંદાજ

હાર્દિક પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હાર્દિક અને માહિકાને સાથે ઊભા રહીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. બંને હાથ જોડીને, માથું નમાવી પ્રાર્થના કરે છે. એક વસ્તુ જેણે સૌનું ધ્યાન ખેંચ્યું તે એ હતી કે બંનેએ એક જ શાલ શેર કરી હતી. માહિકા અને હાર્દિકે પોતાના ગળામાં ગોલ્ડન કલરની શાલ નાખેલી હતી અને બંનેએ એકસરખા મરૂન રંગના આઉટફિટ પહેર્યા હતા. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વર્લ્ડ કપમાં સપોર્ટ કરવા પહોંચી રહી છે માહિકા

ICC મેન્સ વર્લ્ડ કપ T20 માં માહિકા શર્મા તેના બોયફ્રેન્ડ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરતી પણ જોવા મળી રહી છે. 26 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામેની મેચમાં બંનેનો રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો હતો. હાર્દિક ક્રિકેટના મેદાન પરથી માહિકા સાથે ઈશારામાં વાત કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. બાદમાં ચાહકોએ બંનેના રોમાન્સ પર ખૂબ પ્રેમ પણ વરસાવ્યો હતો. હાર્દિક અને માહિકા એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય પાછળ પડતા નથી. બંનેએ અત્યાર સુધી પૂલમાં, વેલેન્ટાઈન ડે પર અને અન્ય રોમેન્ટિક પળોના ફોટા શેર કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી છે.

જોકે, બંનેનો સંબંધ ટ્રોલિંગનું કેન્દ્ર પણ રહ્યો છે. હાર્દિક પંડ્યાની ઈમેજ દેશભરમાં 'કેસનોવા' જેવી બની ગઈ છે. તેણે 2020માં સ્વીડિશ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા, જેમના 2024માં છૂટાછેડા થઈ ગયા હતા. આ લગ્નથી હાર્દિકને એક પુત્ર છે. છૂટાછેડા પછી હાર્દિકનું નામ ઘણી મહિલાઓ સાથે જોડાયું. ત્યારબાદ તેણે માહિકા શર્માને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ પોતાનો સંબંધ 'ઈન્સ્ટા ઓફિશિયલ' કરી દીધો છે. સોશિયલ મીડિયા પર બંને એકબીજા સાથેના ફોટા મૂકે છે. 25 વર્ષની માહિકા શર્મા એક મોડેલ અને એક્ટ્રેસ છે. તેની અને હાર્દિકની ઉંમર વચ્ચેનો 7 વર્ષનો તફાવત પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો