19માં માળ પરથી કુદીને આત્મહત્યા કરવા માંગતો હતો આ ભારતીય ક્રિકેટર, મિત્રએ ખોલ્યું રહસ્ય
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ કોરોના દરમિયાન ઇરફાન પઠાણ સાથે ઇંસ્ટાગ્રામ લાઇવ પર આ વાતનો સ્વી

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ કોરોના દરમિયાન ઇરફાન પઠાણ સાથે ઇંસ્ટાગ્રામ લાઇવ પર આ વાતનો સ્વીકાર કર્યો હતો કે પત્ની હસીન જહાં દ્વારા મેચ ફિક્સિંગ અને કેટલાક અન્ય આરોપો બાદ આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. હવે શમીના મિત્ર અને ધારાસભ્ય ઉમેશ કુમારે તે રાતના આખા ઘટનાક્રમને વિસ્તારથી જણાવ્યો છે.
દેશદ્રોહના આરોપ બાદ શમી નારાજ થઇ ગયો હતો
ઉમેશ કુમારે શુભંકર મિશ્રાના પૉડકાસ્ટ 'અનપ્લગ્ડ' પર કહ્યું, તે દરમિયાન શમી દરેક વસ્તુ સામે લડતો હતો. તે મારી સાથે મારા ઘરમાં રહેતો હતો પરંતુ જ્યારે પાકિસ્તાન સાથે મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો ત્યારે તે તૂટી ગયો હતો. શમીએ કહ્યું હતું કે, હું બધુ સહન કરી શકું છું પરંતુ પોતાના દેશ સાથે વિશ્વાસઘાતનો આરોપ સહન કરી શકતો નથી.' આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે તે રાત્રે શમી પોતાનો જીવ આપવા માંગતો હતો.
મોહમ્મદ શમીના જીવનની કયામતની રાત હતી- ઉમેશ
ઉમેશ કુમારે જણાવ્યું, 'સવારે 4 વાગ્યે હું પાણી પીવા માટે ઉભો થયો. હું કિચન તરફ જતો હતો ત્યારે જોયું કે તે ડ્રોઇંગ રૂમની બાલકનીમાં ઉભો હતો. આ 19મો માળ હતો, જ્યાં અમે રહેતા હતા. હું સમજી ગયો કે શું થઇ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. તો તે રાત..જે છે..મને લાગે છે કે તેના જીવનની સૌથી કયામતની રાત કહી લો અથવા દુ:ખની, પહાડ જેવા દુ:ખ અથવા તકલીફ થાય છે. મને લાગે છે કે શમીના કરિયરની તે સૌથી લાંબી રાત હતી.'
ફાંસી પર ચઢાવી દો પરંતુ દેશદ્રોહી ના કહો
ઉમેશે જણાવ્યું કે, 'તે દિવસ શમીએ એક વાત કહી હતી. શમીએ કહ્યું હતું કે ભાઇ મને તમે મારી નાખો, તમે મને સજા આપો, ફાંસીએ લટકાવી દો, હું બધી વસ્તુ માટે તૈયાર છું પરંતુ પાકિસ્તાન સાથે ફિક્સિંગનો આરોપ, આ મારા સહનની બહાર છે. મે તેને કહ્યું હતું કે જીવનમાં કોઇ પણ વસ્તુ રોકાતી નથી, જીવન ચાલતું રહે છે.'
ક્લીન ચિટ પર ઘણો ખુશ હતો શમી
ઉમેશે શમી સાથે તે ક્ષણને પણ શેર કરી જ્યારે તે ઘણો ખુશ હતો. ઉમેશે જણાવ્યું, 'બાદમાં એક દિવસ બપોરે જ્યારે અમે વાત કરતા હતા, ગપ્પા મારતા હતા તો શમીના ફોન પર એક મેસેજ આવ્યો કે તેને ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ ક્લિનચીટ આપી છે. હું સમજુ છું કે શમી તે દિવસે જેટલો ખુશ હતો તેટલો ભાગ્યે જ વર્લ્ડકપ જીતવા પર પણ ના થાત.'








