ભારતીય બોલરોએ પાકિસ્તાનના બેટ્સમેનોને એક બાદ એક પેવેલિયન ભેગા કર્યા, 128નો ટાર્ગેટ
એશિયા કપ 2025માં આજે(14 સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાનની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી

એશિયા કપ 2025માં આજે(14 સપ્ટેમ્બર) ભારત-પાકિસ્તાનની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી 9 વિકેટ ગુમાવી 127 રન જ કરી શક્યું છે. આ સાથે ભારતને આ મેચ જીતવા 128 રનની જરૂર છે. કુલદીપ યાદવે ત્રણ, અક્ષર પટેલ અને જસપ્રીત બૂમરાહે 2-2 તથા વરુણ ચક્રવતી અને હાર્દિક પંડયાએ 1-1 વિકેટ લીધી હતી.
મલ્ટી નેશન ટૂર્નામેન્ટ્સમાં રમવું ભારત સરકારની પોલિસી: BCCIની સ્પષ્ટતા
પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે મેચ રમવા મુદ્દે ભારે વિવાદ થયો છે. હવે આ અંગે BCCIએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, ‘અમને ભરોસો છે કે આપણા ખેલાડીઓ જીત માટે પૂરી તાકાત સાથે ઉતરશે અને આ તે ઘટનાઓનો જડબાતોડ જવાબ હશે, જેને આપણે વધુ યાદ કરવા નથી ઇચ્છતા. ભારતને ભલે એવા દેશ સાથે રમવું પડી રહ્યું છે, જેની સાથે આપણા સારા સંબંધો નથી, પરંતુ મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં રમવું ભારત સરકારની પોલિસી છે. આ કારણે અમે આ મેચમાં રમવાનો ઇનકાર ન કરી શકીએ.’
પાકિસ્તાનની પ્લેઈંગ-11: સેમ અયૂબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ
ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.






