IND vs BAN Final / ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને લીધો બદલો, જીત્યો મહિલા અંડર-19 એશિયા કપ

હાલમાં જ મેન્સ અંડર-19 એશિયા કપ રમાયો હતો, જેની ફાઈનલમાં બાંગ્લાદેશની ટીમે ભારતને હરાવ્યું હતું. હવે ભારતીય મહિલા ટીમે આ હારનો બદલો લઈ લીધો છે. મહિલા અંડર-19 એશિયા કપની ફાઈનલ મેચ રવિવાર 22 ડિસેમ્બરે રમાઈ હતી. મલેશિયાના કુઆલાલંપુરમાં રમાયેલી આ મેચ રમાઈ હતી. આ વખતે ટીમ ઈન્ડિયાનો 41 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની મહિલા ટીમે 117 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશ 76 રનમાં સમેટાઈ ગયું હતું.
આ પણ વાંચો: IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, મેલબર્નમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો રોહિત શર્મા
બોલરોએ કમાલ કરી
ફાઈનલ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ ભારતીય ટીમના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા. જોકે, ત્રિશાની 47 બોલમાં 52 રનની ઈનિંગને કારણે જ ટીમ 117 રન બનાવવામાં સફળ રહી હતી. હવે આ સ્કોરને ડિફેન્ડ કરવાની જવાબદારી ભારતીય બોલરો પર હતી, જે તેમણે સારી રીતે નિભાવી હતી. નાનો સ્કોર બચાવતા વીજે જોશિતાએ બીજી જ ઓવરમાં પ્રથમ સફળતા અપાવી હતી.
પારૂણિકા સિસોદિયાએ પાંચમી ઓવરમાં 24 રનના સ્કોર પર બીજો ઝટકો આપ્યો હતો. આનાથી ટીમનું મનોબળ વધ્યું. ત્યારબાદ બાંગ્લાદેશના ખેલાડીઓએ 20 રનની પાર્ટનરશિપ કરીને રિકવર કરવાનો પ્રયાસ કર્યો તો સોનમ યાદવે એક વિકેટ લઈને મેચમાં ભારતની પકડ મજબૂત કરી. આ પછી બાંગ્લાદેશની ટીમ રિકવર ન કરી શકી અને 32 રન બનાવીને જ બાકીની 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ 9 બોલ બાકી રહેતા 41 રનથી મેચ જીતી લીધી હતી.
જીતના હીરો
ભારતીય ઓપનર ત્રિશાને ફાઈનલમાં તેની અડધી સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. પ્રથમ ઈનિંગ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયાની બાજી સંભાળી હતી. તે એક છેડે ટકી રહી અને ધીમે ધીમે સ્કોર વધારતી રહી. એટલું જ નહીં, ત્રિશાને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવી હતી. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
ત્રિશાએ 5 ઈનિંગ્સમાં 120ની સ્ટ્રાઈક રેટ અને 53ની એવરેજથી 159 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં આયુષી શુક્લાએ 3.3 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી અને તે ટટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેણે 5 મેચમાં 10 વિકેટ લીધી હતી. ફાઈનલમાં સોનમ યાદવે 2 વિકેટ, પારુણિકા સિસોદિયાએ 2 અને જોશિતાએ 1 વિકેટ લઈને તેમને સપોર્ટ કર્યો હતો.

