મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું IPL 2027માં ઓક્શનની તારીખ બદલાશે? ભારત-શ્રીલંકાની ODI મેચ ઊભી કરી રહી છે સમસ્યા

શું IPL 2027માં ઓક્શનની તારીખ બદલાશે? ભારત-શ્રીલંકાની ODI મેચ ઊભી કરી રહી છે સમસ્યા
તસવીર: GSTV
આ સમાચાર સાંભળો

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે બધી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેટલીક મોટી ડીલ પહેલાથી જ થઈ ગઈ છે. રીટેન્શન લિસ્ટ પણ આવતા મહિને જાહેર કરવામાં આવશે. એવું જાણવા મળ્યું હતું કે IPL 2027નું મિની ઓક્શન ડિસેમ્બરના મધ્યમાં યોજાશે. જોકે, તારીખ બદલાઈ શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI મેચના શેડ્યૂલમાં સમસ્યા ઊભી કરી રહી છે.

ઓક્શન અને મેચ શેડ્યૂલમાં શું સમસ્યા છે?

થોડા અઠવાડિયા પહેલા એવું બહાર આવ્યું હતું કે IPL 2027નું ઓક્શન ડિસેમ્બરના મધ્યમાં યોજાશે. જોકે, તારીખ અંગે કોઈ અપડેટ નહતું. હવે એક અહેવાલ મુજબ, IPL 2027નું ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે. ગયા વર્ષે, હરાજી લગભગ તે જ સમયે યોજાઈ હતી. જોકે, BCCથી એક મોટી શેડ્યૂલિંગ ભૂલ થઈ હોય એવું લાગી રહ્યું છે.

ભારત અને શ્રીલંકા ડિસેમ્બરમાં ODI સિરીઝ રમવાના છે. બીજી મેચ 16 ડિસેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચ બપોરે 2:00 વાગ્યે શરૂ થશે. IPL ઓક્શન પણ સામાન્ય રીતે બપોરે શરૂ થાય છે. એક જ દિવસે બે અલગ અલગ ઈવેન્ટ્સ યોજવા પાછળનો તર્ક સ્પષ્ટ નથી. ભારતીય ક્રિકેટ ફેન્સ માટે આ સારા સમાચાર નથી, કારણ કે તેઓ બંને ઇવેન્ટ્સ એકસાથે નહીં માણી શકે. આના પરિણામે BCCIને નાણાકીય નુકસાન પણ થશે.

BCCIએ તેની યોજનાઓમાં ફેરફાર કરવા પડશે

IPL ઓક્શનમાં દર્શકોની સંખ્યા ઘણી હોય છે. દરેક વ્યક્તિ જોવા માંગે છે કે કયો ખેલાડી કઈ ટીમનો ભાગ બનશે. આ જ કારણ છે કે BCCI મોટા પાયે ઓક્શન આયોજન કરે છે. વધુમાં, ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અગ્રણી ખેલાડીઓ ભાગ લેશે. તેથી, બંને મુખ્ય ઈવેન્ટ્સ એક જ દિવસે યોજવી અયોગ્ય રહેશે.

BCCIએ હરાજીની તારીખ બદલવી જોઈએ. IPL 2027નું મિની ઓક્શન ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ODI મેચના એક દિવસ પહેલા અથવા પછી યોજાઈ શકે છે. BCCIએ હજુ સુધી IPL ઓક્શન અંગે કોઈ સત્તાવાર જાહેરાતનથી કરી. IPL ગવર્નિંગ કાઉન્સિલ સાથેની બેઠક બાદ ઓક્શનની તારીખ નક્કી થઈ શકે છે.

આ સમાચાર શેર કરો