ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 શુક્રવાર, 18 જુલાઈથી શરૂ થઈ રહી છે. ફેન્સ દિગ્ગજો વચ્ચેની આ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. યુવરાજ સિંહની કેપ્ટનશિપ હેઠળની ઈન્ડિયા ચેમ્પિયન્સનો પહેલો મુકાબલો શાહિદ આફ્રિદીની કેપ્ટનશિપ હેઠળની પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે થશે. જાણો આ મેચ ક્યારે અને કયા રમાશે અને તેને ક્યાં જોઈ શકાશે.
ઈન્ડિયા ચેમ્પિયન્સનો પહેલો મુકાબલો પાકિસ્તાન સાથે થશે, આ ટૂર્નામેન્ટનો ચોથો મુકાબલો હશે. શિખર ધવન, સુરેશ રૈના, હરભજન સિંહ વગેરે જેવા મોટા ખેલાડીઓ તેમાં રમતા જોવા મળશે. આ યુવરાજ સિંહ અને ટીમનો પહેલો મુકાબલો હશે પરંતુ આ પાકિસ્તાનનો બીજો મુકાબલો હશે. WCLનો પહેલો મુકાબલો આજે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે થશે.
દિગ્ગજો એકબીજા સામે ટકરાશે
ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો રમી રહી છે, દરેક ટીમમાં મોટા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડની ટીમમાં રવિ બોપારા, લિયામ પ્લંકેટ, એલિસ્ટર કૂક, ઈયાન બેલ જેવા મોટા ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રેટ લી, ક્રિસ લિન, બેન કટિંગ, એરોન ફિન્ચ જેવા ખેલાડી છે.
સાઉથ આફ્રિકાનું ટીમમાં એબી ડી વિલિયર્સ, હાશિમ આમલા, જેપી ડુમિની, ઈમરાન તાહિર, એલ્બી મોર્કલ જેવા ખેલાડીઓ છે. પાકિસ્તાનની ટીમમાં શાહિદ આફ્રિદી, અબ્દુલ રઝાક, સોહેલ તનવીર, શોએબ મલિક જેવા ખેલાડીઓ છે.
મેચ ક્યારે રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રવિવાર, 20 જુલાઈએ રમાશે.
મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની આ મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે.
પાકિસ્તાન ચેમ્પિયન ટીમ
શરજીલ ખાન, કામરાન અકમલ, યુનિસ ખાન, મિસ્બાહ-ઉલ-હક, સરફરાઝ અહેમદ (વિકેટકીપર), શોએબ મલિક, શાહિદ આફ્રિદી (કેપ્ટન), અબ્દુલ રઝાક, વહાબ રિયાઝ, સઈદ અજમલ, સોહેલ તનવીર, સોહેલ ખાન, આસિફ અલી, સોહેબ મક્સૂદ, આમિર યામીન.
ઈન્ડિયા ચેમ્પિયન ટીમ
શિખર ધવન, સુરેશ રૈના, યુવરાજ સિંહ (કેપ્ટન), ગુરકીરત સિંહ, ઈરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, અંબાતી રાયડુ (વિકેટકીપર), રોબિન ઉથપ્પા (વિકેટકીપર), અભિમન્યુ મિથુન, હરભજન સિંહ, પવન નેગી, પિયૂષ ચાવલા, સિદ્ધાર્થ કૌલ, વરુણ એરોન, વિનય કુમાર.
મેચનું લાઈવ ટેલિકાસ્ટ
WCLમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.
મેચનું લાઈવ સ્ટ્રીમિંગ
WCLમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકોડ એપ પર હશે.
WCLની ટીમો અને કેપ્ટન
- ભારત- યુવરાજ સિંહ
- પાકિસ્તાન- શાહિદ આફ્રિદી
- સાઉથ આફ્રિકા- એબી ડી વિલિયર્સ
- વેસ્ટ ઈન્ડિઝ- ક્રિસ ગેલ
- ઈંગ્લેન્ડ- ઈયોન મોર્ગન
- ઓસ્ટ્રેલિયા- બ્રેટ લી

