Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Indian women team started the ODI series with win

IND W vs ENG W / ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝની કરી ધમાકેદાર શરૂઆત, ઈંગ્લેન્ડમાં પહેલીવાર કર્યું આ ઐતિહાસિક કારનામું

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
IND W vs ENG W / ટીમ ઈન્ડિયાએ ODI સિરીઝની કરી ધમાકેદાર શરૂઆત, ઈંગ્લેન્ડમાં પહેલીવાર કર્યું આ ઐતિહાસિક કારનામું
સોર્સ : GOOGLE

ઈંગ્લેન્ડ પ્રવાસ પર T20 સિરીઝ જીત્યા બાદ, ભારતીય મહિલા ટીમે હવે ત્રણ મેચની ODI સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર રમાયેલી સિરીઝની પહેલી મેચ 4 વિકેટથી જીતીને ઐતિહાસિક જીત નોંધાવી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા યજમાન ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ હાંસલ કરી લીધો અને સિરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી. આ જીત સાથે, ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી.

App Store

ઈંગ્લેન્ડ સામે ODIમાં સૌથી વધુ ટાર્ગેટ ચેઝ કર્યો

જ્યારે ટીમ ઈન્ડિયાને સાઉથમ્પ્ટનના મેદાન પર 259 રનનો ટાર્ગેટ મળ્યો, ત્યારે તેને ચેઝ કરવો બિલકુલ નહતું લાગતું, કારણ કે ટીમ ઈન્ડિયાએ આ પહેલા ક્યારેય ODIમાં ઈંગ્લેન્ડ સામે આટલો મોટો ટાર્ગેટ ચેઝ નહતો કર્યો. આ વખતે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો એક અલગ માનસિકતા સાથે મેદાનમાં ઉતર્યા હતા જેમાં દીપ્તિ શર્માએ સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીપ્તિના બેટમાંથી 64 બોલમાં 62 રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી અને તે ટીમને ઐતિહાસિક જીતઅપાવીને પરત ફરી હતી. આ ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો ODIમાં બીજો સૌથી મોટો સફળ રન ચેઝ પણ છે. દીપ્તિ ઉપરાંત, પ્રથમ વનડેમાં જેમિમા રોડ્રિગ્સે 48 અને પ્રીતિકા રાવલે 36 રન બનાવ્યા હતા.

ભારતીય મહિલા ટીમ દ્વારા ODIમાં સૌથી વધુ રન ચેઝ

  • 265 રન - ઓસ્ટ્રેલિયા સામે (2021, મેકોય)
  • 259 રન - ઈંગ્લેન્ડ સામે (2025, સાઉથેમ્પ્ટન)
  • 252 રન - ન્યુઝીલેન્ડ સામે (2022, ક્વીન્સટાઉન)
  • 248 રન - સાઉથ આફ્રિકા સામે (2019, વડોદરા)
  • 245 રન - સાઉથ આફ્રિકા સામે (2017, કોલંબો)

ટીમ ઈન્ડિયાએ છેલ્લી 12 ODIમાંથી 11 જીતી 

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય મહિલા ટીમ છેલ્લા કેટલાક સમયથી ODIમાં સારું પ્રદર્શન કરી રહી છે, જેમાં તેમણે છેલ્લી 12 ODIમાંથી 11 જીતી છે. આ વર્ષના અંતમાં ભારતમાં રમાનારા મહિલા ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર ગણી શકાય.