Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : West Indies score second lowest score in Tests Australia won Series

વિન્ડિઝનો ટેસ્ટમાં શરમજનક ધબડકો, માત્ર 27 રનમાં ઓલઆઉટ;સ્ટાર્કની 9 રનમાં 6 વિકેટ

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
વિન્ડિઝનો ટેસ્ટમાં શરમજનક ધબડકો, માત્ર 27 રનમાં ઓલઆઉટ;સ્ટાર્કની 9 રનમાં 6 વિકેટ
સોર્સ : https://x.com/CricketAus

ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ વેસ્ટ ઇન્ડિઝને બીજી ઇનિંગમાં માત્ર 27 રનમાં જ ખખડાવીને 176 રનથી જીતી લીધી હતી. જીતવા માટેના 204 રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડિઝનો ટેસ્ટ ક્રિકેટના બીજા નંબરના સૌથી નિમ્ન સ્કોર પર ધબડકો થયો હતો.

App Store

સ્ટાર્કનો મેજિકલ સ્પેલ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કે કારકિર્દીની શ્રેષ્ઠ મેજિકલ બોલિંગ નાંખતા 7.3 ઓવરમાં ચાર મેઇડન નાંખીને નવ રનમાં છ વિકેટ ઝડપી હતી જ્યારે અન્ય ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે હેટ્રિક ઝડપી હતી. તેણે બે ઓવરમાં બે રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. વેસ્ટ ઇન્ડિઝની પુરી ટીમ માત્ર 14.3 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી.

વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગમાં સાત બેટ્સમેન તો શૂન્ય રને આઉટ થયા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0ની ક્લીન સ્વિપ સાથે શ્રેણી જીતી લીધી છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 225 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ 143 રનમાં ઓલ આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ 82 રનની સરસાઇ મેળવી હતી.ઓસ્ટ્રેલિયા બીજા દિવસની રમતના અંતે છ વિકેટે 99 રનથી આગળ રમતા ત્રીજા દિવસે 121 રનમાં ઓલઆઉટ થયું હતું. કેમરૂન ગ્રીને સૌથી વધુ 42 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના અલઝારી જોસેફે 27 રનમાં પાંચ અને શમાર જોસેફે 34 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

સ્ટાર્કને શ્રેણીમાં 15 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. વિન્ડીઝના બોર્ડે નાલેશીભરી હાર બાદ આપાતકાલીન મિટિંગ બોલાવી હતી.

સ્ટાર્ક 400 વિકેટ ઝડપનાર ચોથો ઓસ્ટ્રેલિયન

મિચેલ સ્ટાર્કે તેની 100મી ટેસ્ટ રમતા 400 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ ટેસ્ટ તેને તેના વન રનમાં છ વિકેટ લેતી બોલિંગથી પણ કાયમ યાદ રહેશે. આ સાથે 400 કે વધુ વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો ચોથો બોલર બન્યો છે. સ્પિનર શેન વોર્ને 145 ટેસ્ટમાં 708, ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ 124 ટેસ્ટમાં 563, સ્પિનર નાથન લાયને 139 ટેસ્ટમાં 562 અને સ્ટાર્કે 100 ટેસ્ટમાં 402 વિકેટ ઝડપી છે.

વેસ્ટ ઇન્ડિઝનો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો બીજા નંબરનો નિમ્ન સ્કોરનો કલંકિત રેકોર્ડ

ટેસ્ટના સૌથી નિમ્ન સ્કોર

સ્કોર  

(ઓવર) 

  ટીમ  

 હરિફ 

  સ્થળ        

 વર્ષ

26     27.0     ન્યુઝીલેન્ડ  ઇંગ્લેન્ડ       ઓકલેન્ડ

      1955

27     14.3 વિન્ડીઝ  ઓસ્ટ્રેલિયા     કિંગ્સટન

2025

30      18.4 
  સાઉથ આફ્રિકા 
 ઇંગ્લેન્ડ ગાકેબેરહા

1896

30  12.3   સાઉથ આફ્રિકા   ઇંગ્લેન્ડ બર્મિંગહામ 

1924