મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDVsNZ: ભારત 46 રનમાં ઓલ આઉટ, કોહલી સહિત પાંચ ખેલાડી ખાતું પણ ખોલાવી ના શક્યા

ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરૂમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું

INDVsNZ: ભારત 46 રનમાં ઓલ આઉટ, કોહલી સહિત પાંચ ખેલાડી ખાતું પણ ખોલાવી ના શક્યા

ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરૂમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. ભારત પ્રથમ ઇનિંગમાં 46 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. વિરાટ કોહલી સહિતના પાંચ ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહતા અને 0 રન પર આઉટ થયા હતા.

ભારતનું ખરાબ પ્રદર્શન

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 2 રન બનાવીને આઉટ થયો હતો. તે બાદ સતત વિકેટ પડતી રહી હતી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ (13), રોહિત શર્મા (2), વિરાટ કોહલી (0), સરફરાઝ ખાન (0), રિષભ પંત (20), કેએલ રાહુલ (0), રવિન્દ્ર જાડેજા (0), આર.અશ્વિન (0) બનાવીને આઉટ થયા હતા.

આ ખેલાડી ખાતું પણ ના ખોલાવી શક્યા

વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યા નહતા અને 0 રન પર આઉટ થયા હતા.

આ સમાચાર શેર કરો