મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND-W vs SA-W / સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ICC વિમેન્સ વર્લ્ડ કપમાં આજે (9 ઓક્ટોબર) ભારતત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે રમાઈ રહી છે. આ મેચમ

IND-W vs SA-W / સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે ભારત; જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

ICC વિમેન્સ વર્લ્ડ કપમાં આજે (9 ઓક્ટોબર) ભારતત્રીજી મેચ સાઉથ આફ્રિકા સામે રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરશે.આ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ શરૂઆતમાં બપોરે 3:00 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદને કારણે તેમાં વિલંબ થયો છે.

આ ટુર્નામેન્ટમાં બંને ટીમે 2-2 મેચ રમી છે જેમાં ટીમ ઈન્ડિયા બંને મેચ જીતી છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમે એક મેચ જીતી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલના ટોપ પર પહોંચવા ઈચ્છશે. હાલમાં ટીમ 2 મેચ જીતીને 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. તેની નેટ રન રેટ +1.515 છે. 

ઓસ્ટ્રેલિયાની ટીમ વિમેન્સ વર્લ્ડ કપ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં ટોપના સ્થાને છે. તેણે 3 મેચમાંથી 2માં જીત મેળવી છે, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. તેથી ટીમના 5 પોઈન્ટ છે અને તેની નેટ રન રેટ +1.960 છે. પોઈન્ટ્સ ટેબલ પર બીજા નંબરે ઈંગ્લેન્ડની ટીમ છે, તેણે પણ પોતાની પહેલી બંને મેચ જીતી છે, તેની નેટ રન રેટ (+1.757) ભારત કરતા સારી હોવાથી તે આગળ છે. સાઉથ આફ્રિકાની વાત કરીએ તો ટીમ 1 મેચ જીતીને પાંચમા સ્થાન પર છે, તેની નેટ રન રેટ -1.402 છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત: પ્રતિકા રાવલ, સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અમનજોત કૌર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચરાણી.

સાઉથ આફ્રિકા: લૌરા વોલ્વાર્ડટ(કેપ્ટન), તઝમીન બ્રિટ્સ, સુને લુસ, મારિઝાન કેપ, એનેકે બોશ, સિનાલો જાફતા (વિકેટકીપર), ક્લો ટ્રાયોન, નદિન ડી ક્લાર્ક, અયાબોંગા ખાકા, તુમી સેખુખુને અને નોનકુલુલેકો મ્લાબા.

આ સમાચાર શેર કરો