મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / બોલિંગ-બેટિંગ બંને ફ્લોપ, ગુવાહાટીમાં શરમજનક હારની કગારે ભારત; ચોથા દિવસના અંતે સ્કોર 27/2

બીજી ટેસ્ટમાં, સાઉથ આફ્રિકાએ ભારતને 549 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં

IND vs SA / બોલિંગ-બેટિંગ બંને ફ્લોપ, ગુવાહાટીમાં શરમજનક હારની કગારે ભારત; ચોથા દિવસના અંતે સ્કોર 27/2

બીજી ટેસ્ટમાં, સાઉથ આફ્રિકાએ ભારતને 549 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસની રમતના અંત સુધીમાં 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઈન્ડિયા હજુ પણ 522 રનથી પાછળ છે. સાઈ સુદર્શન અને કુલદીપ યાદવ દિવસના અંતે અણનમ પરત ફર્ય છે. ચોથા દિવસે, સાઉથ આફ્રિકાએ 260 રન પર પોતાની બીજી ઈનિંગ ડિક્લેર કરી અને ભારતને પ્રથમ ઈનિંગની લીડના આધારે 549 રનનો ટાર્ગેટ આપ્યો. હવે ટીમ ઈન્ડિયા આ મેચમાં શરમજનક હારની કગારે છે.

સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની શરૂઆત 26/0થી કરી હતી. રાયન રિકલ્ટન 35 રને અને એડન માર્કરામ 29 રને આઉટ થયા. આ પછી 94 રન બનાવનારા ટ્રિસ્ટન સ્ટબ્સ ટીમ ઈન્ડિયા માટે મોટી મુશ્કેલી બન્યો. ટોની ડી જોર્ઝી 49 રન આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયા શરમજનક હારની કગારે

549 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવી દીધી અને ચોથા દિવસની રમતના અંત સુધીમાં માત્ર 27 રન જ બનાવી શકી. ઓસ્ટ્રેલિયા ભારત સામે સૌથી મોટી ટેસ્ટ જીતનો રેકોર્ડ ધરાવે છે, જેણે 2024માં ભારતને 342 રનથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા આ ​​સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી શકે છે અને ભારતને ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનથી હરાવનાર ટીમ બની શકે છે.

ભારતની બેટિંગ અને બોલિંગમાં ફ્લોપ

ગુવાહાટી ટેસ્ટમાં, ટીમ ઈન્ડિયાનું બેટિંગ કે બોલિંગ બંનેમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. પ્રથમ ઈનિંગમાં, ભારતીય બોલર્સે સાઉથ આફ્રિકાના 6 બેટ્સમેનોને 246 રનમાં આઉટ કર્યા હતા. જોકે, ત્યારબાદ આફ્રિકન ટીમની ઓલઆઉટ થાય ત્યાં સુધીમાં વધુ 243 રન બન્યા હતા. પરિણામે, સાઉથ આફ્રિકાની પ્રથમ ઈનિંગ 489 રન પર સમાપ્ત થઈ હતી.

આટલા મોટા સ્કોરનો પીછો કરતા ભારતની પ્રથમ ઈનિંગ માત્ર 201 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના કારણે સાઉથ આફ્રિકાને 288 રનની લીડ મળી હતી. ભારતીય બોલર્સે ખાતરી કરવાની હતી કે સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ ઓછા રનમાં સમેટાઈ જાય, પરંતુ તેણે 260 રન પર પોતાની ઈનિંગ ડિક્લેર કરી. હવે, 549 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ટીમ ઈન્ડિયાએ ફક્ત 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી છે.

આ સમાચાર શેર કરો