મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA અંતિમ T20: આ ટીમ કરશે પહેલા બેટિંગ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સનો જમાવડો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અમદાવાદમાં પાંચમી અને અંતિમ T2

IND vs SA અંતિમ T20: આ ટીમ કરશે પહેલા બેટિંગ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ફેન્સનો જમાવડો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે અમદાવાદમાં પાંચમી અને અંતિમ T20 મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ થઈ ગયો છે. જેમાં સાઉથ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતી બોલિંગ લીધી છે. આમ, ભારત પહેલા બેટિંગ કરશે.

ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે

પાંચમી T20માં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 કલાકે રમાવાની શરૂ થશે. શુભમન ગિલ આ મેચ નહીં રમે, તેની જગ્યાએ સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો યાનસેન, કોર્બીન બોશ, લુંગી એનગીડી, ઓટનીલ બાર્ટમેન

ટીમ ઇન્ડિયા પાંચ મેચની T20I સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતે પહેલી T20I જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજી T20I જીતી હતી. ત્યારબાદ ભારતે ત્રીજી T20I જીતી હતી. લખનૌમાં ચોથી T20I ધુમ્મસ અને ઝાકળને કારણે રદ્દ કરવામાં આવી હતી. હવે આજે અમદાવાદમાં રમાનારી પાંચમી T20I કોણ જીતશે, તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો