IND vs SA 5th T20: તિલક અને હાર્દિકે દક્ષિણ આફ્રિકાના બોલરોનો વારો પાડ્યો, ભારતે આપ્યો આ ટાર્ગેટ
IND vs SAની 5મી T20માં ભારતે 5 વિકેટ ગુમાવીને 231 રન બના

IND vs SAની 5મી T20માં ભારતે 5 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા છે. હવે સાઉથ આફ્રિકાને મેચ જીતવા માટે 232 રન બનાવવાની જરૂર છે. આ મેચમાં ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ.
ભારતની બેટિંગ દરમિયાન 10 છગ્ગા અને 26 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. જેમાં હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ દક્ષિણ આફ્રિકાના બોલરોને હંફાવ્યા હતા.
ભારતની બેટિંગ, હાર્દિકના નામે નોંધાયો આ રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કર્યા બાદ, ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 231 રન બનાવ્યા. ભારત માટે સંજુ સેમસનએ 22 બોલમાં 37 રન, અભિષેક શર્માએ 21 બોલમાં 34 રન અને તિલક વર્માએ 42 બોલમાં 73 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 25 બોલમાં 63 રન બનાવ્યા બાદ આઉટ થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઇતિહાસમાં ભારત માટે બીજા ક્રમની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હાર્દિકના નામે નોંધાઈ ગયો છે.






