Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 1st ODI: Virat Kohli scores his 83rd international century, breaks the record of the God of Cricket

IND vs SA પહેલી વનડે: વિરાટ કોહલીએ તેની 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA પહેલી વનડે: વિરાટ કોહલીએ તેની 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, ક્રિકેટના ભગવાનનો રેકોર્ડ તોડ્યો
સોર્સ : gstv

રાંચીમાં સાઉથ આફ્રિકા સામે વિરાટ કોહલીએ તેની 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી દીધી છે. દરમિયાન આખા સ્ટેડિયમના લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી વિરાટની સદીને આવકારી હતી. લોકોએ આ મુમેન્ટને પોતાના ફોનમાં કેપ્ચર કરી હતી.

App Store

વિરાટ કોહલીએ પોતાની સદી પૂર્ણ કરી, તેની 52મી ODI સદી અને 83મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. આ સાથે તેણે ક્રિકેટના ભગવાન સમાન સચિનનો 51 સદીનો રેકોર્ડ પણ તોડી દીધો છે.

વિરાટ કોહલીની 52મી ODI સદી

વિરાટ કોહલીએ માર્કો જેનસેનના બોલ પર ફોર ફટકારીને પોતાની સદી પૂરી કરી. કોહલીએ 102 બોલમાં પોતાની સદી પૂરી કરી, જેમાં પાંચ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. આ તેની 52મી ODI સદી છે. તેણે પોતાની ઈનિંગમાં 7 છગ્ગા ફટકાર્યા હતા.

આખા સ્ટેડિયમના લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી

જ્યારે વિરાટ કોહલીએ તેની 52મી વનડે સદી પૂરી કરી તે ક્ષણનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સદી ફટકાર્યા પછી, વિરાટ કોહલી આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો. ત્યારે આખા સ્ટેડિયમના લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી વિરાટની સદીને આવકારી હતી.

ભારતનો સ્કોર 250ને પાર

વિરાટ કોહલીએ સુબ્રાયનની બોલ પર સિક્સર ફટકારી, જેનાથી ભારતના 250 રનનો સ્કોર આગળ વધી ગયો. પોતાની સદી પૂરી કર્યા પછી, વિરાટે છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કર્યું હતુ. ટીમ ઇન્ડિયાનો સ્કોર - 290/5 છે. અંતે વિરાટ કોહલી 120 બોલમાં 135 રન બનાવી આઉટ થઈ ગયો હતો. કેએલ રાહુલ અને જાડેજા ક્રિઝ પર રમી રહ્યા છે.