Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IND vs SA 1st ODI: Rohit becomes 'Sixer King', RO-KO duo scores half-century

IND vs SA પહેલી વનડે: રોહિત બન્યો 'સિક્સર કિંગ', RO-KOની જોડીએ ફટકારી અડધી સદી

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IND vs SA પહેલી વનડે: રોહિત બન્યો 'સિક્સર કિંગ', RO-KOની જોડીએ ફટકારી અડધી સદી
સોર્સ : GSTV

IND vs SAની પહેલી વનડે મેચ રાંચીમાં રમાઈ રહી છે. જેમાં વિરાટ કોહલી બાદ રોહિત શર્માએ પણ અડધી સદી ફટકારી દીધી હતી. આ સાથે વનડે ક્રિકેટમાં રોહિત શર્માંએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેણે આજે 3 છગ્ગા ફટકારીને વનડે ક્રિકેટમાં સૌથી વધુ 352 છગ્ગા પૂરા કર્યા છે. જોકે, રોહિત 51 બોલમાં 57 રન બનાવી આઉટ થઈ ગયો છે. ભારતનો સ્કોર 181/2 છે. કોહલી સાથે ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર રમી રહ્યો છે.

App Store

રોહિત શર્મા વનડેમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો

આજની મેચમાં રોહિત શર્માએ માર્કો જેનસેનની બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આ ત્રીજા છગ્ગા સાથે હવે તે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિતના નામે વનડેમાં હવે 352 છગ્ગા છે. વનડે ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના નામે હતો. આફ્રિદીએ 398 મેચોમાં 351 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 277 મેચમાં 352 છગ્ગા ફટકારી આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. 

વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ

352*- રોહિત શર્મા ( ભારત ) 

351- શાહિદ આફ્રિદી ( પાકિસ્તાન ) 

331- ક્રિસ ગેલ ( વેસ્ટઈન્ડિઝ ) 

270- સનથ જયસૂર્યા ( શ્રીલંકા ) 

229- એમ એસ ધોની ( ભારત )

રોહિત શર્માની અડધી સદી

રોહિત શર્માએ સુબ્રાયનની બોલ પર એક સિંગલ સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. 43 બોલની પોતાની અડધી સદીમાં રોહિતે બે છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

વિરાટ કોહલીની ફિફ્ટી

વિરાટ કોહલીએ કોર્બિન બોશની બોલ પર શાનદાર છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. કોહલીએ 48 બોલ રમી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ ઇનિંગમાં તેણે ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.