આજે સુપર સન્ડે પર ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, 9મી વખત U19 એશિયા કપ જીતવા પર હશે ટીમ ઈન્ડિયાની નજર

ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે એટલે કે 21 ડિસેમ્બરે રમાશે. આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની નજર ટાઈટલ જીતવા પર હશે. આ મેચ આજે સવારે 10:30 વાગ્યે શરૂ થશે, ટોસ અડધી કલાક પહેલા એટલે કે સવારે 10:00 વાગ્યે થશે.
ભારતે આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં ક્વોલિફાય કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં આ બીજી વખત આ બંને ટીમો એકબીજા સામે ટકરાશે. બંને ટીમો પહેલીવાર લીગ સ્ટેજમાં ટકરાઈ હતી, જેમાં ભારતે 90 રનથી મેચ જીતી હતી.
તમને જણાવી દઈએ કે ભારત અંડર-19 એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે 7 વખત ટાઈટલ જીત્યું છે, જ્યારે પાકિસ્તાન સાથે એક વખત ટાઈટલ શેર કર્યું છે. ભારત 10મી વખત અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું છે, જ્યારે પાકિસ્તાનની આ ત્રીજી ફાઇનલ છે.
ફાઈનલ મેચ ક્યાં જોઈ શકશો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ દુબઈના ACC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાનારી છે. ફેન્સ આ મેચ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકે છે, જ્યારે મોબાઇલ પર ફેન્સ સોની લિવ એપ અને વેબસાઈટ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.
એશિયા કપ માટે બંને ટીમોની સ્કવોડ
ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલાન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, એરોન જ્યોર્જ.
પાકિસ્તાન: ફરહાન યુસુફ (કેપ્ટન), ઉસ્માન ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ સુભાન, અહેમદ હુસૈન, અલી હસન બલોચ, અલી રઝા, દાનિયાલ અલી ખાન, હમઝા ઝહૂર (વિકેટકીપર), હુઝૈફા અહસાન, મોમિન કમર, મોહમ્મદ સૈયામ, મોહમ્મદ શાયાન (વિકેટકીપર), નકાબ શફીક, સમીર મિન્હાસ, મોહમ્મદ હુઝેફા.

