મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

WPL 2027ના ઓક્શન બાદ તૈયાર થઈ ગઈ બધી ફ્રેન્ચાઈઝીની સ્કવોડ, અહીં જુઓ દરેક ટીમો

WPL 2027ના ઓક્શન બાદ તૈયાર થઈ ગઈ બધી ફ્રેન્ચાઈઝીની સ્કવોડ, અહીં જુઓ દરેક ટીમો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

બુધવારે કોચીમાં યોજાયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ના ઓક્શનમાં UP વોરિયર્સે ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને સ્પિન ઓલરાઉન્ડર સોફી મોલિનેક્સને 1.1 કરોડ રૂપિયામાં સાઈન કરી. તે ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી હતી.

દિલ્હી કેપિટલ્સે વિસ્ફોટક બેટ્સમેન કિરણ નવગિરે પર 75 લાખ રૂપિયા ખર્ચ કર્યા, જેનાથી તે સૌથી મોંઘી ભારતીય ખેલાડી બની. ઓક્શનમાં UP વોરિયર્સે પાસે સૌથી વધુ 3.75 કરોડ રૂપિયાનું પર્સ હતું. ફ્રેન્ચાઈઝીએ ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણાને 30 લાખ રૂપિયામાં ટીમમાં ઉમેરી.

UPની ટીમે સુષ્મા વર્મા પર દાવ લગાવ્યો

વિકેટકીપરની અછતને પહોંચી વળવા માટે UP એ ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન સુષ્મા વર્માને 30 લાખ રૂપિયામાં સાઈન કરી. આ ઉપરાંત અનુભવી ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્રેસ હેરિસ પણ 30 લાખ રૂપિયામાં ટીમમાં જોડાઈ.

દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ

દિલ્હી કેપિટલ્સે કિરણ નવગિરેને 75 લાખ રૂપિયામાં ખરીદી. બે વખતની WPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે પણ તેના માટે બોલી લગાવી, પરંતુ દિલ્હી જીતી ગઈ. ગુજરાત જાયન્ટ્સે યુવા ભારતીય બેટ્સમેન જી. કમલિનીને 40 લાખ રૂપિયામાં ખરીદી. દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સે દિશા કસાટને હરાજીમાં પોતાની પ્રથમ ખેલાડી બનાવી. તેને 10 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવી.

આ નામોને ખરીદદારો ન મળ્યા

ભારતીય ફાસ્ટ બોલર તિતસ સાધુ ઓક્શનમાં પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહી. સ્પિનર ​​સાઈકા ઈશાક, જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી હતી, તે પણ અનસોલ્ડ રહી. વિકેટકીપર-બેટ્સમેન તાનિયા ભાટિયા અને યુવા વિકેટકીપર ઉમા છેત્રી પણ અનસોલ્ડ રહ્યા. ઈંગ્લેન્ડની ટોપ-ઓર્ડર બેટ્સમેન સોફિયા ડંકલી, જે અગાઉ ગુજરાત જાયન્ટ્સ માટે રમી હતી, તે પણ અનસોલ્ડ રહી.

યુપી વોરિયર્સની સંપૂર્ણ ટીમ

પ્રતિકા રાવલ, ફોબી લિચફિલ્ડ, મેગ લેનિંગ, હરલીન દેઓલ, સિમરન શેખ, સુષ્મા શર્મા, શિપ્રા ગિરી, સહના પવાર, મનાલી દક્ષિણી, કેથરિન બ્રેસ, ગ્રેસ હેરિસ, સ્નેહ રાણા, સોફી મોલિનક્સ, દીપ્તિ શર્મા, આશા શોબાના જોય, શિકા પાંડે, ક્રાન્તિ ગોડ, સોફી એક્લેસ્ટોન.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સંપૂર્ણ ટીમ

સ્મૃતિ મંધાના, જ્યોર્જિયા વોલ, વૃંદા દિનેશ, તેજલ હસબનીસ, રિચા ઘોષ, પ્રત્યુષા કુમાર, ક્લો ટ્રાયન, જેસ જોનાસન, શ્રેયંકા પાટીલ, સયાલી સતઘરે, પ્રેમા રાવત, નાદીન ડી ક્લાર્ક, એલિસ પેરી, રાધા યાદવ, લોરેન બેલ, અરુંધતી રેડ્ડી.

મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ

શ્વેતા સહરાવત, સાનિકા ચાલકે, દીક્ષા કસત, લતિકા ઇનામદાર, રાહિલા ફિરદૌસ, અક્ષિતા ભગત, સજીવની સજના, નિકોલા કેરી, નેટ-સીવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, હરમનપ્રીત કૌર, એમેલિયા કેર, અમનજોત કૌર, ભારતી રાવલ, વૈષ્ણવી શર્મા, શબનમ ઈસ્માઈલ, સંસ્કૃતિ ગુપ્તા.

ગુજરાત જાયન્ટ્સની સંપૂર્ણ ટીમ

એશલે ગાર્ડનર (કેપ્ટન), બેથ મૂની, સોફી ડિવાઇન, રેણુકા સિંહ ઠાકુર, ભારતી ફૂલમાલી, કાશવી ગૌતમ, કનિકા આહુજા, તનુજા કંવર, જ્યોર્જિયા વેરહેમ, અનુષ્કા શર્મા, હેપ્પી કુમારી, કિમ ગાર્થ, યાસ્તિકા ભાટિયા, રાજેશ્વરી ગાયકવાડ, જીન્તીમની કલિતા, જિ કમલિની, સમાયરા રાધવ, ઓર્લાં પ્રેડરગાસ્ટ.

દિલ્હી કેપિટલ્સની સંપૂર્ણ ટીમ

જેમિમા રોડ્રિગ્સ, નિકી પ્રસાદ, કિરણ નવગીરે, લૌરા વોલ્વાર્ડ, દીપા યાદવ, મમતા માડીવાલા, નજમા ખાન, કાશવી કંડિકુપ્પા, શેફાલી વર્મા, મારિઝાન કપ્પ, લુસી હેમિલ્ટન, ચિનેલ હેનરી, એન્નાબલ સધરલેન્ડ, કર્સટી ગોર્ડન, નંદિની શર્મા, શ્રી ચરણી, મીન્નુ મણી.

આ સમાચાર શેર કરો