મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs PAK T20 WC: ભારતીય "ધૂરંધરો" સામે ના ટકી શક્યા પાકિસ્તાની બેટર્સ, 5 ખેલાડીઓ આઉટ 

T20 વર્લ્ડ કપની 27મી મેચમાં આજે (15 ફેબ્રુઆરી) ભારત અ

IND vs PAK T20 WC: ભારતીય "ધૂરંધરો" સામે ના ટકી શક્યા પાકિસ્તાની બેટર્સ, 5 ખેલાડીઓ આઉટ 

T20 વર્લ્ડ કપની 27મી મેચમાં આજે (15 ફેબ્રુઆરી) ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો રમાઈ રહ્યો છે. આ મેચ શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. તેથી પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ મળ્યો છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન જઈ ચૂકી છે, કેમ કે ભારતના બોલર્સ સામે પાકિસ્તાનના 5 બેટર્સ ટકી શક્યા નહીં. 

11 ઓવરમાં પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી ચૂકી છે. દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યાને એક વિકેટ મળી હતી.

પાકિસ્તાનની ઈનિંગ

પાકિસ્તાનની પાંચમી વિકેટના રૂપે ઉસ્માન ખાન આઉટ

34 બોલમાં 44 રન બનાવીને ઉસ્માન ખાન આઉટ થયો. અક્ષર પટેલની બોલિંગ પર ઉસ્માન બોલ્ડ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 10.4 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 73 રન છે. હાલ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ ક્રીઝ પર છે.

પાકિસ્તાનની ચોથી વિકેટ પડી, બાબર આઝમ આઉટ

7 બોલમાં 5 રન બનાવીને અક્ષર પટેલના બોલ પર બાબર આઝમ આઉટ થયો છે. હાલ, ઉસ્માન ખાન અને શાદાબ ખાન ક્રીઝ પર છે. પાકિસ્તાનનો સ્કોર 4.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 34 રન પર છે.

ત્રીજી વિકેટના રૂપમાં કેપ્ટન સલમાન અલી આગા આઉટ થયો

જસપ્રીત બુમરાહે બીજી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનને ત્રીજો ઝટકો આપ્યો. પાકિસ્તાને માત્ર 13 રનો પર 3 વિકેટ ગુમાવી દીધી છે. સલમાન અલી આગા 4 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો. મેચ સંપૂર્ણ ભારતના હાથમાં છે.

પાકિસ્તાનની બીજી વિકેટ પડી, સૈમ અયૂબ આઉટ

જસપ્રીત બુમરાહે બીજી ઓવરના બીજા બોલ પર પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો. પાકિસ્તાને 6 રનો પર બીજી વિકેટ ગુમાવી. સૈમ અયૂબ 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. પાકિસ્તાનના બંને ઓપનર્સ પેવેલિયન પરત ફરી ચૂક્યા છે.

સૌથી પહેલા આઉટ થયો સાહિબજાદા

હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરમાં જ સાહિબજાદા ફરહાનને આઉટ કરી દીધો છે. તે ખાતુ ખોલ્યા વિના આઉટ થયો. પાકિસ્તાને શૂન્ય પર વિકેટ ગુમાવી. હાર્દિકે પહેલી ઓવરમાં કોઈ રન ન આપ્યો.

આ સમાચાર શેર કરો