IND vs PAK T20 WC: મેન ઈન બ્લુએ પાડોશી ટીમને આપ્યો આ ટાર્ગેટ, ઈશાન કિશને રમી શાનદાર ઈનિંગ

ભારત વિરુદ્ધ પાકિસ્તાનના મોટા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. જેમાં ઇશાન કિશને સૌથી વધુ 77 રન અને કેપ્ટન સૂર્યાએ 32 રનની ઈનિંગ રમી હતી. પાડોશી દેશની ટીમ તરફથી સૌથી વધુ 3 વિકેટ સૈમ અયૂબ દ્વારા લેવામાં આવી હતી.
ભારતની બેટિંગ, સ્કોર 175/7
ટીમ ઈન્ડિયાનો ઓપનર અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા તેમજ અક્ષર પટેલ આજે શૂન્ય પર આઉટ થયા હતા. ઈશાન કિશને સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32, શિવમ દૂબેએ 27, તિલક વર્માએ 25 અને રિંકુ સિંહે 11 રનની ઈનિંગ રમી હતી.
ભારતની પ્લેઈંગ 11
અભિષેક શર્મા, ઈશાન કિશન(વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ(કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ. જણાવી દઈએ કે, આજની મેચમાંથી અર્શદીપ સિંહને બહાર કરાયો છે, તેની જગ્યાએ કુલદીપ યાદવને મોકો અપાયો છે. બીજી તરફ અભિષેક શર્માની વાપસી થઈ ચૂકી છે. અભિષેક ગત મેચમાં બીમાર હતો જેને લઈને રમતો ન હતો, પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે.
પાકિસ્તાનની પ્લેઈંગ 11
સૈમ અયૂબ, સાહિબજાદા ફરહાન, સલમાન અલી આગા(કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન(વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફરીદી, ઉસ્માન તારિક અને અબરાર અહમદ.

