IND vs PAK: શમીના પગમાં ગંભીર ઈજા? ચાલુ મેચમાં મેદાન છોડ્યું, ફિઝિયો કરી રહ્યા છે તપાસ
જ્યારે તે ઇનિંગની છઠ્ઠી ઓવર પછી મેદાનની બહાર ગયો ત્યારે ટીમ ઇન્ડિયાની મુશ્

જ્યારે તે ઇનિંગની છઠ્ઠી ઓવર પછી મેદાનની બહાર ગયો ત્યારે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મહાન મેચ રમાઈ રહી છે. કેપ્ટન રિઝવાને ટોસ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. બાબર આઝમ અને ઇમામ ઉલ હક ક્રીઝ પર છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ બોલિંગની શરૂઆત કરી પરંતુ પાંચ વાઈડ બોલ ફેંક્યા. શમીએ ઇનિંગની પહેલી ઓવરમાં 11 બોલ ફેંક્યા. તે સંપૂર્ણ લયમાં દેખાતો ન હતો. જ્યારે તે ઇનિંગની છઠ્ઠી ઓવર પછી મેદાનની બહાર ગયો ત્યારે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ.
ભારત માટે ચિંતાનો વિષય
મોહમ્મદ શમીએ ઇજાના કારણે મેદાન છોડવું પડ્યું છે. વન-ડે વર્લ્ડકપ બાદ શમી ઈજામાંથી બહાર આવ્યા બાદ પહેલી ICC ટુર્નામેન્ટ રમી રહ્યો છે. શમીની ઇજાના કારણે ભારતીય બોલિંગ નબળી પડી શકે છે કારણ કે બુમરાહ પણ ઇજાના કારણે આ ટુર્નામેન્ટમાં નથી રમી રહ્યો માટે ભારત પાસે આ ટુર્નામેન્ટમાં અન્ય કોઈ સિનિયર ફાસ્ટ બોલર નથી.






